દુનિયાની સૌથી અઘરી પરીક્ષા, માત્ર 9 લોકો પાસ કરી શક્યા છે આ પરીક્ષા

દુનિયાની સૌથી અઘરી પરીક્ષા

દારૂના શોખીનોને એવા પ્રકારનો દારૂ મિશ્રિત કરીને પીરસવામાં આવે જેથી તેઓ તે દારૂનો આનંદ લઈ શકે. કયા પ્રકારના દારૂ સાથે શું ખાવું જોઈએ તેની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે.

  • Share this:
માસ્ટર સોમાલિયર ડિપ્લોમા પરીક્ષા સૌથી અઘરી પરીક્ષા ગણવામાં આવે છે. આ પરીક્ષા ચાર શ્રેણીમાં લેવામાં આવે છે. જેમાં મોટાભાગના વિદ્યાર્થી ફેઈલ થાય છે.

પરીક્ષાની શરૂઆત

1977માં દારૂના શોખીન દ્વારા એક કોર્ટ ઓફ માસ્ટર સોમાલિયર(CMS) સંસ્થાની શરૂઆત કરવામાં આવી. જેમાં દારૂના શોખીનોને એવા પ્રકારનો દારૂ મિશ્રિત કરીને પીરસવામાં આવે જેથી તેઓ તે દારૂનો આનંદ લઈ શકે. તથા કયા પ્રકારના દારૂ સાથે શું ખાવું જોઈએ તેની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. લંડનમાં 1969માં પ્રથમ માસ્ટર સોમાલિયરની પરીક્ષા લેવાઈ ગઈ છે. પરંતુ તેને યોગ્ય સ્વરૂપ આપીને આ પરીક્ષાની શરૂઆત કરવામાં આવી છે.

શું છે સોમાલિયર

આ એક વાઈન પ્રોફેશનલ ટર્મ છે. મોટી મોટી હોટેલો અને રેસ્ટોરન્ટમાં વાઈન પ્રોફેશનલ્સ આ પ્રકારનો દારૂ આપે છે. જેમને વાઈન સાથે શું ખાવું જોઈએ તેની સારી જાણકારી હોય છે. તેમને વાઈન એન્ડ ફૂડ પેયરિંગ પણ કહેવામાં આવે છે. સોમાલિયરનો હોદ્દો ફાઈવ સ્ટાર હોટેલોમાં chef de cuisineને બરાબર હોય છે. હોટેલોમાં થોડી ઘણી તાલીમ સાથે વાઈન પ્રોફેશનલ નિમવામાં આવે છે. પરંતુ તેના માટે એક અઘરી પરીક્ષા લેવામાં આવે છે. જેને કેટલાક ગણતરીના લોકો જ પાસ કરી શકે છે.

આ પણ વાંચોઅમદાવાદ : માસ્કના દંડને લઈ મહિલાએ હદ વટાવી, જાહેરમાં ઉતારવા લાગી કપડા, પોલીસને માર્યા લાફા

પરીક્ષા કેવી રીતે લેવામાં આવે છે

સોમાલિયર માટેની પરીક્ષા ચાર ચરણમાં લેવામાં આવે છે. જે લોકોને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીમાં અનુભવ હોય તે લોકો આ પરીક્ષા આપી શકે છે. જે માટે બે દિવસ શિક્ષણ આપવામાં આવે છે, ત્યાર બાદ તેની પરીક્ષા લેવામાં આવે છે. જેમાં દારૂને લગતા સવાલ જેમ કે, દ્રાક્ષ અને સફરજન વિશે તથા દારૂ સાથે લેવામાં આવતા પેયરિંગ વિશે સવાલ પૂછવામાં આવે છે. પરંતુ આ માત્ર ઈંટ્રોડક્ટરી સોમાલિયર છે, જે પાસ કર્યા બાદ પણ અન્ય ચરણમાં પાસ થવાનું રહે છે.

દ્વિતીય ચરણ

દ્વિતીય ચરણમાં સર્ટિફાઈડ સોમાલિયર માટેની પરીક્ષા રહે છે. આ પરીક્ષાના અનેક ચરણ છે. લેખિત પરીક્ષા સાથે આંખો પર પટ્ટી બાંધીને દારૂને સૂંધીને તેના સ્વાદ, સમય અને કયા પ્રકારની દ્રાક્ષનો ઉપયોગ થયો છે તે જણાવવાનું રહે છે. જેમાં ચાર પ્રકારની વાઈન સાથે બ્લાઈંડ ટેસ્ટ લેવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરનારને સર્ટિફાઈડ સોમાલિયર તરીકે ઓળખવામાં આવે છે જેને 66% લોકો પાસ કરી શકે છે.

આ પણ વાંચો - અમદાવાદ : GSTના 2 ઉચ્ચ અધિકારી ઉપરની કમાણી લેતા રંગેહાથ ઝડપાયા, જાણો - કયા કામ માટે લીધા 1.5 લાખ

એડવાન્સ સોમાલિયર

પ્રથમ બે ચરણમાં પાસ થયેલ વ્યક્તિ આ પરીક્ષા આપી શકે છે. જેમાં લેખિત પરીક્ષામાં 60 સવાલના જવાબ આપવાના રહે છે. જે બાદ આંખો પર પટ્ટી બાંધીને 25 મિનિટમાં 6 પ્રકારની વાઈન વિશે જાણકારી આપવાની રહે છે. અમેરિકામાં વર્ષમાં બે વાર આ પરીક્ષા લેવામાં આવે છે. તેમજ યૂરોપમાં આ પરીક્ષાનો સમયગાળો પાંચ દિવસનો રહે છે.

માસ્ટર સોમાલિયર

ત્રણ ચરણ પાસ કરનાર વ્યક્તિ કે જેમની પાસે 10 વર્ષનો હોટલ ઈન્ડસ્ટ્રીનો અનુભવ હોય તે આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા આપવા માટે તમે તમારુ ફોર્મ ભરી શકતા નથી, પરંતુ તમારા ઉપરી તમને આ પરીક્ષા માટે રિકમેન્ડ કરે ત્યાર બાદ આ પરીક્ષા આપી શકો છો.

દારૂની ચર્ચા

જેમાં દુનિયાની દરેક વાઈન, કોકટેલની ચર્ચા તથા દારૂની ફિલૉસફી પર પણ સવાલ કરવામાં આવે છે. પરીક્ષા ખૂબ જ અધરી હોવાના કારણે તે ત્રણ વર્ષ સુધી ચાલી શકે છે. કેટલાક લોકો 12થી વધુ વાર ફેઈલ થાય બાદ પણ આ પરીક્ષા આપે છે. આ અધરી પરીક્ષા અત્યાર સુધીમાં માત્ર 9 લોકો જ પાસ કરી શક્યા છે.
First published: