J&Kમાં પાક.ની હરકતો પર વી.કે. સિંહે કહ્યુ- પૂંછડી સીધી કરવામાં સમય લાગે છે

વી. કે. સિંહે કહ્યુ કે, અમારી સેના જરૂર પડતાં કાર્યવાહી કરવા માટે હંમેશા તૈયાર રહે છે

News18 Gujarati
Updated: October 21, 2019, 10:54 AM IST
J&Kમાં પાક.ની હરકતો પર વી.કે. સિંહે કહ્યુ- પૂંછડી સીધી કરવામાં સમય લાગે છે
વી. કે. સિંહની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: October 21, 2019, 10:54 AM IST
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે, પરંતુ પાકિસ્તાન પોતાની હરકતોથી સતત વધારી રહ્યું છે. આ દરમિયાન પૂર્વ સેના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે. સિંહ (V. K. Singh)એ પાકિસ્તાન વિશે કહ્યુ કે, અનેકવાર ખરાબ વસ્તુઓ ઠીક કરવામાં સમય લાગે છે. પાકિસ્તાન તરફથી ચાલી રહેલી ફાયરિંગ અને ઘૂસણખોરીના પ્રયાસો પર કડક ટિપ્પણી કરતાં વી. કે. સિંહે કહ્યુ કે, અનેકવાર પૂંછડી સીધી કરવામાં સમય લાગે છે.

નોંધનીય છે કે, ભારતીય સેનાએ રવિવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં વધુ એક મિલિટ્રી ઑપરેશનને અંજામ આપ્યો. ભારતીય જવાનોએ આર્ટલરી ગનનો ઉપયોગ કરતાં પીઓકેમાં ત્રણ ટેરર કેમ્પ નષ્ટ કરી દીધા. આ ઑપરેશનમાં પાકિસ્તાનના 10 સૈનિક માર્યા ગયા, જ્યારે અનકે આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતીય સેનાના બે જવાન શહીદ થયા હતા.

ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, પાકિસ્તાની સેનાની ફાયરિંગ બાદ ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહીને લઈને કેન્દ્રીય મંત્રી વી. કે. સિંહે કહ્યુ કે, અમારી સેના જરૂર પડતાં કાર્યવાહી કરવા માટે હંમેશા તૈયાર રહે છે, જેથી બીજો પક્ષ (પાકિસ્તાન)થી જે યુદ્ધવિરામનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તે રોકાવું જોઈએ. સાથોસાથ અપ્રત્યક્ષ રીતે યુદ્ધ છેડાઈ ચૂક્યું છે, તેનો પણ સામનો કરવો પડશે.


6-10 પાક. સૈનિકોને ઢાળી દીધા

નોંધનીય છે કે, સેના પ્રુમખ જનરલ બિપિન રાવત (Bipin Rawat)એ પણ રવિવારે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરની બીજી તરફ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં 6થી 10 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા અને ત્રણ આતંકવાદી શિબિર નષ્ટ કરવામાં આવ્યા.

સેના પ્રમુખે કહ્યુ કે, ભારતીય સૈનિકોની કાર્યવાહીમાં એક અન્ય આતંકવાદી શિબિર (કેમ્પ)ને ગંભીર નુકસાન થયું છે. સાથોસાથ, નિયંત્રણ રેખાની બીજી તરફ આતંકવાદીઓના પાયાના માળખાને જવાબી કાર્યવાહીમાં ખાસ નુકસાન પહોંચ્યું છે.

આ પણ વાંચો,

આતંકવાદીઓ પર સેનાની સ્ટ્રાઇક, PoKના લોકોએ કહ્યુ- લાગ્યું બધું બરબાદ થઈ જશે
PoKમાં ટેરર કેમ્પ નષ્ટ થતા રઘવાયું બન્યું પાકિસ્તાન, ભારતીય રાજદૂતને તલબ કર્યા
First published: October 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...