યૂરોપ પ્રવાસ પર ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિભિન્ન મુદ્દાઓને લઈ મોદી સરકાર પર તીખા હુમલા કરી રહ્યા છે. શનિવારે લંડનમાં ઈન્ડિયન જર્નાલિસ્ટ એશોસિએશન (આઈજેએ)માં આયોજિત કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ડોકલામ વિવાદને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર એકવાર ફરી નિશાન સાધ્યું હતું. ડોકલામ વિવાદને લઈ કોંગ્રેસ અધ્યક્ષે મોદી પર હુમલો કરતા કહ્યું કે, કોઈ આવે છે, તમારા ચહેરા પર તમાચો મારે છે અને તમે નોન એજન્ડાની વાતચીત કરો છો. રાહુલ ગાંધીનો ઈશારો પીએમ મોદીના વુહાન અનૌપચારિક પ્રવાસને લઈ હતો.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ડોકલામ પર તેમની વાત વિદેશ સચિવ અને રક્ષા સચિવ સાથે થઈ હતી, પરંતુ સમિતિની અંદર વાતની જાણકારી અહીં નથી આપી શકાતી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, તો પણ તમે બધા જાણો છો કે ડોકલામમાં હજુ પણ ચીનના સૈનિક હાજર છે. રાહુલે કહ્યું કે, ચીને અહીં ઘણું નિર્માણ કર્યું છે.
જર્મની બાદ લંડન પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદી કોઈ પણ પ્રશ્નનો જવાબ નથી આપતા, જ્યારે તે પોતે રિસ્ક લે છે, અને ભૂલ કરે છે. તેમણે પીએમ પર હુમલો કરતા કહ્યું કે, કોઈ દિવસ પીએમ મોદી તેમની સામે આવે અને તેમના પ્રશ્નોના જવાબ આપે. હું રિસ્ક લઉ છું, અને ભૂલ કરી શકુ છું, પરંતુ હું સીખી શકુ છું, કારણ કે મારા માટે રિસ્કની તુલનામાં વાત કરવાનું ખુબ મહત્વનું છે.
ટ્રિપલ તલાક બિલને નથી રોકી રહી કોંગ્રેસ
કોંગ્રેસ અધ્યક્ષે ડોકલામ સિવાય ટ્રિપલ તલાક અને પીએમ ઉમેદવારીને લઈ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, અમે ટ્રિપલ તલાક બિલને નથી રોકી રહ્યા, પરંતુ તેમાં અપરાધિકરણના પહેલૂને લઈ અમારા કેટલાક પ્રશ્ન છે, જેનો જવાબ સરકારે આપવો જોઈએ.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર