શાહીન બાગમાં ફરી ધરણા શરુ કરવા પહોંચી મહિલાઓ, દિલ્હી પોલીસ એલર્ટ પર

શાહીન બાગમાં ફરી ધરણા શરુ કરવા પહોંચી મહિલાઓ, દિલ્હી પોલીસ એલર્ટ પર
શાહીન બાગમાં ફરી ધરણા શરુ કરવા પહોંચી મહિલાઓ, દિલ્હી પોલીસ એલર્ટ પર

કોરોના સંકટની વચ્ચે દિલ્હીમાં ફરી એક વાર મોટા સ્તર પર સીએએ અને એનઆરસીના સામે ધરણા-પ્રદર્શન શરુ થઈ શકે છે

 • Share this:
  નવી દિલ્હી : કોરોના સંકટની વચ્ચે દિલ્હીમાં ફરી એક વાર મોટા સ્તર પર સીએએ અને એનઆરસીના (CAA-NRC)સામે ધરણા-પ્રદર્શન શરુ થઈ શકે છે. દિલ્હી પોલીસને (Delhi Police) આવું એલર્ટ મળ્યું છે. પરંતુ દિલ્હી પોલીસ એલર્ટ મળ્યા પછી જ્યાં સુધી કોઈ પગલું ભરે તે પહેલા શાહીન બાગની (Shaheen Bagh) કેટલીક મહિલાઓ ફરીથી સીએએ-એનઆરસીના વિરોધમાં ધરણા શરુ કરવા પહોંચી ગઈ હતી. પોલીસને સૂચના મળતા તે સ્થળ પર પહોંચી ગઈ હતી.

  થોડા સમય પછી મહિલાઓને સમજાવીને પાછી મોકલવામાં આવી હતી. આ એલર્ટ મળતા જ દિલ્હીના બધા જિલ્લાના ડીસીપીને કહેવામાં આવ્યું છે કે પોત-પોતાના જિલ્લામાં કાનૂન વ્યવસ્થાને લઈને સજાગ રહે અને ફોર્સને તૈનાત રાખે. આ પગલે પેરામિલિટ્રી ફોર્સની (Paramilitary force) કેટલીક કંપનીઓને દિલ્હીના કેટલાક પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી છે.  આ પણ વાંચો - મસૂદ અઝહરનો સંબંધી, જૈશનો IED એક્સપર્ટ ફૌજી ભાઈ એન્કાઉન્ટરમાં ઠાર, પુલવામાં હુમલામાં હતો હાથ

  નોર્થ દિલ્હીમાં શરુ થઈ શકે છે સીએએની વિરુદ્ધ ધરણા-પ્રદર્શન

  દિલ્હી પોલીસને જે એલર્ટ મળ્યું છે તે મુજબ નોર્થ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં સીએએ-એનઆરસીના વિરુદ્ધમાં ફરીથી ધરણા-પ્રદર્શન શરુ થઈ શકે છે. બીજી તરફ સાઉથ ઈસ્ટ જિલ્લાના શાહીન બાગ અને તેની આસપાસના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. ત્યાં બુધવારે બપોરે કેટલીક મહિલાઓ સીએએની વિરુદ્ધમાં ધરણા શરુ કરવા પહોંચી હતી. દિલ્હીના બીજા વિસ્તારોમાં પણ પ્રદર્શનકારીઓ ભેગા થઈ શકે છે તેવી સૂચના પોલીસને મળી છે. કોરોના મહામારીની વચ્ચે દિલ્હીની કાનૂન વ્યવસ્થા ન બગડે તે માટે દિલ્હી સહિત પેરામિલિટ્રી ફોર્સની કેટલીક કંપનીઓને એલર્ટ પર રાખતા દિલ્હીના અમુક પોલીસ સ્ટેશનમાં તૈનાત કરવામાં આવ્યા છે.

  ધરણા-પ્રદર્શન પછી દિલ્હીમાં તોફાનો ફાટી નીકળ્યા હતા

  ધરણા-પ્રદર્શન પછી જ દિલ્હીના જાફરાબાદ સહિત કેટલાક વિસ્તારોમાં તોફાનો થયા હતા. આ રમખાણની ચાર્જશીટને છેલ્લા ત્રણ દિવસોમાં કોર્ટમાં ફાઈલ કરવામાં આવી રહી છે. આપના સસ્પેન્ડ કોર્પોરેટર તાહિર હુસૈન અને ફારુખ ફૈઝલને હિંસાના માસ્ટર માઈન્ડ બતાવામાં આવી રહ્યા છે. ફૈઝલ પર આરોપ છે કે રમખાણ ભડકાવવામાં તેની મહત્વની ભૂમિકા રહી હતી.
  First published:June 03, 2020, 18:23 pm

  टॉप स्टोरीज