Lockdown 3.0 : 17 મેથી શરૂ થશે અમુક ફ્લાઇ્ટ્સ, 2 કલાકની મુસાફરીમાં ભોજન નહીં મળે

News18 Gujarati
Updated: May 11, 2020, 11:35 AM IST
Lockdown 3.0 : 17 મેથી શરૂ થશે અમુક ફ્લાઇ્ટ્સ, 2 કલાકની મુસાફરીમાં ભોજન નહીં મળે
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ 25 મે સુધી ઘરેલૂ ઉડાનો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ તેમણે એરફેરની સૌથી વધુ અને સૌથી ઓછી સીમા પણ નક્કી કરી છે. મંત્રાલય દ્વારા એરફેર પર લગાવવામાં આવેલ આ કેપ આવનારા 3 મહિના સુધી ચાલશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ દેશના સૌથી વ્યસ્ત રુટનું ઉદાહરણ આપતા જણાવ્યું કે દિલ્હીથી મુંબઇની વચ્ચે ન્યૂનતમ ભાડુ 3500 રૂપિયાથી લઇને સૌથી વધુ 10 હજાર રૂપિયા સુધી જ લેવામાં આવે. દિલ્હી મુંબઇની જેમ જ 25મેથી શરૂ થતી તમામ સેક્ટરની ફ્લાઇટના ભાડાની પણ સીમા નક્કી કરવામાં આવી છે.

કોરોના વાયરસની મહામારીને કારણે દેશમાં આંતરરાષ્ટ્રીય અને ડૉમેસ્ટિક ઉડાણો પર 17મી મે સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  • Share this:
નવી દિલ્હી : ભારતીય રેલવે (Indian Railway)પછી ઇન્ડિયન એરલાઇન્સ (Indian Airlines) પણ પોતાની સેવા ફરીથી શરૂ કરવા જઈ રહી છે. CNN-News18ને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, 17 મેના રોજ લૉકડાઉન (Lockdown 3.0)નો અંતિમ તબક્કા પૂર્ણ થઈ રહ્યો છે. જે બાદમાં અમુક ફ્લાઇટ્સ શરૂ થઈ શકે છે. જોકે, કોરોના વાયરસની મહામારીને કારણે નિયમોમાં કોઈ છૂટછાટ નહીં આપવામાં આવે. જાણકારી પ્રમાણે હવેથી ઓછા અંતરની ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ ખાવાનું નહીં પીરશે. આ ઉપરાંત દર પેસેન્જરે પોતાના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન (Arogya Setu Application) ડાઉનલોડ કરવી પડશે, જેનાથી તેમના સ્વાસ્થ્યની જાણકારી મળી શકે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિવિલ એવિએશન સિક્યુરિટી બ્યૂરો અને સિવિલ એવિએશનના ડિરેક્ટર જનરલ સોમવારે મુખ્ય એરપોર્ટની મુલાકાત લેશે. આ દરમિયાન કોમર્શિયલ ફ્લાઇટ્સની ઉડાણને લઈને અંતિમ તૈયારીની સમીક્ષા કરવામાં આવશે.

બે કલાકની મુસાફરીમાં જમવાનું નહીં મળે

સૂત્રોનું કહેવું છે કે પ્રથમ તબક્કામાં 25 ટકા ક્ષેત્રને આવરી લેવાશે. બીજી તરફ કોરોના મહામારીના પ્રસારને રોકવા માટે ફ્લાઇટ્સમાં જમવાનું નહીં પીરસવાની પણ ભલામણ કરવામાં આી છે. બે કલાકથી ઓછાની સફર દરમિયાન જમવાનું નહીં મળે.

આ પણ વાંચો : રાહતનાં સમાચાર: ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં ડિસ્ચાર્જ રેટ ડબલ કરતા પણ વધીને થયો 32.64%

આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે 

ફ્લાઇટમાં સફર કરનાર લોકોએ પોતાના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. જેનાથી કોવિડ-19ના દર્દીઓને ટ્રેસ કરી શકાય. આવું નહીં કરવા પર ફ્લાઇટમાં પ્રવેશ નહીં મળે. નોંધનીય છે કે ટ્રેનમાં સફર કરવા માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જરૂરી નથી. જનરલ અને સેકન્ડ ક્લાસના યાત્રિકોને ધ્યાનમાં રાખીને સરકારે આ છૂટ આપી છે, કારણ કે જરૂરી નથી કે આ ડબ્બાઓમાં મુસાફરી કરતા તમામ લોકો પાસે સ્માર્ટફોન હોય.

ક્યારથી બંધ છે ફ્લાઇટ્સ?

નોંધનીય છે કે DGCA તરફથી 19મી માર્ચના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે 23 માર્ચના અડધી રાત્રે 1.30 વાગ્યાથી ભારતમાં કોઈ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નહીં ચાલે. જ્યારે ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ 24મી માર્ચથી બંધ છે.
First published: May 11, 2020, 11:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading