કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું- કેટલાક સંગઠનોએ વાતચીતમાં કૃષિ કાનૂનોનું સમર્થન કર્યું

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું- કેટલાક સંગઠનોએ વાતચીતમાં કૃષિ કાનૂનોનું સમર્થન કર્યું
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું- કેટલાક સંગઠનોએ વાતચીતમાં કૃષિ કાનૂનોનું સમર્થન કર્યું

કૃષિ મંત્રીએ કહ્યું કે દેશને આત્મનિર્ભર બનાવવાનો છે તો 70 ટકા ખેડૂતોને પાછળ રાખીને કામ થોડું ચાલશે

  • Share this:
    નવી દિલ્હી : કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે (Narendra Singh Tomar) મંગળવારે ખેડૂતોના કેટલાક સંગઠનો સાથે વાતચીત પછી કહ્યું કે ખેડૂતોનું માનવું છે કે નવા કૃષિ કાનૂનોમાં (Farmer Organization)કોઇ ફેરફાર થવો જોઈએ નહીં. તોમરે ખેડૂત સંગઠનો (Farm Laws)સાથે વાતચીત પછી કહ્યું કે યૂપીના કેટલાક સંગઠનોએ આજે મારી મુલાકાત લીધી હતી અને કૃષિ કાનૂનોનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે આ ત્રણ કાનૂનોમાં કોઈ ફેરફાર ના કરવો જોઈએ.

    કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે કિસાન સંઘર્ષ સમિતિ, ગૌતમબુદ્ધ નગર (ઉત્તર પ્રદેશ) અને ભારતીય કિસાન યૂનિયન (નવી દિલ્હી)ના પ્રતિનિધિઓએ નવા કૃષિ કાનૂનોના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને કહ્યું કે આ કાનૂન ખેડૂતોની સ્થિતિમાં સુધારો કરશે અને તેને પાછા લેવા જોઈએ નહીં. કૃષિ મંત્રીએ વાતચીતમાં કહ્યું કે કૃષિ સુધારાથી આવનાર સમયમાં ઘણો ફાયદો થશે. બજાર ખુલી જશે તો નવા નવા લોકો આવશે, ખેતીને ટેકનોલોજીથી જોડશે, તે એક્સપોર્ટર બની જશે અને તેમના ઘરની આવક પણ વધશે.



    આ પણ વાંચો - કોરોના વાયરસના નવા સ્ટ્રેન પર સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- આ વધારે લોકોને બીમાર કરનારો છે

    કૃષિ મંત્રીએ કહ્યું કે દેશને આત્મનિર્ભર બનાવવાનો છે તો 70 ટકા ખેડૂતોને પાછળ રાખીને કામ થોડું ચાલશે. તેમણે કિસાન સંગઠનોને અપીલ કરી છે કે તે જ્યાં પણ જાય આ નવા કૃષિ કાનૂનોને લઈને સકારાત્મક વાતચીત કરે. કૃષિ મંત્રીએ કાનૂનની જટિલતા આસાન કરતા કહ્યું કે ખેડૂતોની સૌથી નજીક સરકારનું એકમ એસડીએમ છે. એસડીએમે 30 દિવસમાં જ પોતાનો નિર્ણય કરવો પડશે.
    Published by:Ashish Goyal
    First published:December 22, 2020, 21:17 pm

    ટૉપ ન્યૂઝ