બહાદુર જવાન સરી પડ્યો કોમામાં, આતંકીઓને માર્યા પણ પથ્થરબાજોએ કર્યો ઘાયલ

News18 Gujarati
Updated: November 29, 2018, 3:33 PM IST
બહાદુર જવાન સરી પડ્યો કોમામાં, આતંકીઓને માર્યા પણ પથ્થરબાજોએ કર્યો ઘાયલ
બધુવાર રાતે શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં પ્રણામ સિંહના માથા ભાગે થયેલી ઇજાનું ઓપરેશન કરવામાં આવ્યું. પરંતુ હાલ તેઓ કોમામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

બધુવાર રાતે શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં પ્રણામ સિંહના માથા ભાગે થયેલી ઇજાનું ઓપરેશન કરવામાં આવ્યું. પરંતુ હાલ તેઓ કોમામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  • Share this:
જમ્મુ કાશ્મીરના બડગામમાં બુધવારે થયેલી આતંકીઓ સાથેની અથડામણ બાદ સીઆરપીએફનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયો. હાલ તે હોસ્પિટલમાં જીવન-મોતની જંગ લડી રહ્યો છે. આ અથડામણમાં સુરક્ષાદળે લશ્કર કમાન્ડર નવીદ જટ્ટ સહિત ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.

અહીં ક્લિક કરી વાંચો 1 દિવસમાં જ લોન કેવી રીતે મેળવશો? શું હોય છે સેમ ડે લોન ?

એન્કાઉન્ટર બાદ ભીડે સુરક્ષાદળ પર સ્થાનિક લોકોએ પથ્થરબાજી શરૂ કરી દીધી હતી. જેમાં CRPFના સૈનિક પ્રણામ સિંહ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. જે બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બધુવાર રાતે શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં પ્રણામ સિંહના માથા ભાગે થયેલી ઇજાનું ઓપરેશન કરવામાં આવ્યું. પરંતુ હાલ તેઓ કોમામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ડોક્ટરોનું કહેવું છે કે તેમની સ્થિતિ ગંભીર છે. પ્રણામ સિંહ સિવાય અન્ય એક જવાન પથ્થરબાજીમાં ઘાયલ થયા હતા. જો કે તેમના સામાન્ય ઇજા પહોંચી હતી.

બુધવારે આર્મીએ બડગામમાં પત્રકાર શુજાત બુખારીના હત્યારા નવીદ જટ્ટને ઠાર માર્યો હતો. સાથે જ આર્મીએ બે અન્ય આતંકીઓને પણ ઠાર માર્યા હતા. નવીદ જટ્ટે 'રાઇઝિંગ કશ્મીર' ન્યૂઝ પેપરના સંપાદક શુજાત બુખારીની હત્યા કરી હતી. બુધવારે સવારે પોલીસને સૂચના મળી કે આ વિસ્તારમાં બે-ત્રણ આતંકીઓ છૂપાયેલા છે. ત્યારબાદ સેનાએ ઓપરેશન હાથ ધર્યું અને તમામ આતંકીઓને ઠાર માર્યા હતા. ઓપરેશનમાં સેનાના ત્રણ જવાન શહીદ ઘાયલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર તથા રાઇઝિંગ કશ્મીરના સંપાદક શુજાત બુખારી અને તેમના પીએસઓની જુન મહિનામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ શુજાત બુખારીના કાર્યાલય બહાર જ હુમલો કર્યો હતો. હુમલા પહેલા શુજાત ઇફ્તાર પાર્ટી કરી બહાર નીકળી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે શુજાત બુખારીને વર્ષ 2000માં સિક્યોરિટી આપવામાં આવી હતી.
First published: November 29, 2018, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading