નવી દિલ્હી. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ (Solar Eclipse 2021) આજે છે. આ વલયાકાર સૂર્યગ્રહણ (Surya Grahan) હશે અને આ ખગોળીય ઘટના ત્યારે થાય છે જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવી જાય છે. આજે થનારા સૂર્યગ્રહણના દિવસે દુનિયભરના અનેક દેશોમાં રિંગ ઓફ ફાયર (Ring of Fire)નો નજારો પણ જોવા મળશે. આ ગ્રહણ દરમિયાન ચંદ્રનો પડછાયો સૂર્યના લગભગ 94 ટકા હિસ્સાને પૂરી રીતે ઘેરી લે છે. જેથી આ દરમિયાન સૂર્ય હીરાની અંગૂઠીની જેવો ચમકતો જોવા મળે છે. વિજ્ઞાનની ભાષામાં તેને રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે.
આજે સૂર્યગ્રહણ ભારતમાં માત્ર અરૂણાચલ પ્રદેશ અને લદાખના કેટલાક હિસ્સાઓમાં જ સૂર્યાસ્તના થોડા સમય પહેલા જોવા મળશે. એમ.પી. બિરલા તારામંડળના નિદેશક દેબીપ્રસાદ દુરઈએ કહ્યું કે સૂર્યગ્રહણ ભારતમાં અરૂણાચલ પ્રદેશ અને લદાખના કેટલાક હિસ્સાઓમાં જ જોવા મળશે.
અરૂણાચલ પ્રદેશમાં દિબાંગ વન્યજીવ અભ્યારણની પાસે સાંજે લગભગ 5:52 વાગ્યે આ ખગોળીય ઘટનાને જોઈ શકાશે. બીજી તરફ, લદાખના ઉત્તરી હિસ્સામાં લગભગ સાંજે 6:15 વાગ્યે સૂર્યાસ્ત થશે, સાંજે લગભગ 6 વાગ્યે સૂર્યગ્રહણ જોઈ શકાશે.
દુનિયાના બાકી હિસ્સાઓમાં કયા સમયે જોવા મળશે?
આ સૂર્યગ્રહણ ઉત્તર અમેરિકા, યૂરોપ અને એશિયાના અનેક ક્ષેત્રોમાં જોઈ શકાશે. ભારતીય સમય મુજબ 11:42 વાગ્યે આંશિક સૂર્યગ્રહણ થશે અને તે બપોરે 3:30 વાગ્યાથી વલયાકાર રૂપ લેવાનું શરૂ કરશે તથા બાદમાં સાંજે 4:52 વાગ્યા સુધી આકાશમાં સુર્ય અગ્નિ વલય (રિંગ ઓફ ફાયર)ની જેમ જોવા મળશે.
સૂર્યગ્રહણ ભારતીય સમય મુજબ સાંજે લગભગ 6:41 વાગ્યે ખતમ થશે. વિશ્વમાં અનેક સંગઠન સૂર્યગ્રહણની ઘટનાનું લાઇલ પ્રસારણની વ્યવસ્થા કરી રહ્યા છે. આ વખતે સૂર્યગ્રહણ કોરોના કાળમાં થઈ રહ્યું છે. ભારતમાં આ ગ્રહક આંશિક રીતે જ હશે. તેથી ગ્રહણ કાળ માન્ય નહીં હોય. અમેરિકાના ઉત્તર ભાગ, યૂરોપ અને એશિયામાં પણ આંશિક સુર્યગ્રહણ જ હશે. પૂર્ણ સૂર્યગ્રહણ ઉત્તર કેનેડા, ગ્રીનલેન્ડ અને રશિયામાં હશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર