Solar Eclipse 2020 : NASAએ શેર કર્યો વીડિયો, આવો હશે સૂર્યગ્રહણનો નજરો

સૂર્ય ગ્રહણ

આ સૂર્યગ્રહણને એક્સ રે કે સાધારણ ચશ્માથી પણ ના દેખતા.

  • Share this:
    NASAએ એક વીડિયો (Viral Video) શેર કરતા કહ્યું છે કે 21 જૂને થનાર સૂર્યગ્રહણ (Solar Eclips 2020) કેવું દેખાશે. NASAના કહેવા મુજબ આ દિવસે ફરી એક વાર પૂરા 'રિંગ ઓફ ફાયર' નજર આવવાની સંભાવના બનેલી છે. સૂર્યગ્રહણ ધરતી અને સૂરજની વચ્ચે ચંદ્રના આવવાથી થાય છે. જો કે ચંદ્ર એટલો દૂર હોય છે કે તે પૂરી રીતે સૂરજને ઢાંકી નથી શકતો. અને માટે જે સૂર્યની રિંગ ચંદ્રની ઉપર દેખાય છે અને તેને રિંગ ઓફ ફાયર કહેવાય છે. નાસાએ વર્ષ 2013માં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ઓસ્ટ્રેલિયામાં અદ્ધભૂત સૂર્યગ્રહણને બતાવ્યો હતો. જો કે નાસાનું કહેવું છે કે આ સૂર્યગ્રહણ બ્રિટન અને અમેરિકામાં અશંતહ જ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વર્ષના સૌથી મોટો દિવસ એટલે કે 21 જૂને થનાર સૂર્યગ્રહણ પૂરી રીતે નજરે નહીં આવે. ભારતમાં ખાલી તેનો એક જ ભાગ દેખાશે. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રાલય હેઠળ કામ કરતા નૈનીતાલના આર્ય ભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાના કહેવા મુજબ આ સૂર્યગ્રહણ આફ્રિકા, એશિયા અને યુરોપ સમેત અનેક દેશોમાં અને ઉત્તર ભારતમાં જોવા મળશે.

    આ સૂર્યગ્રહણ બપોરે 12 વાગેને 8 મિનિટે નજરે પડશે જ્યારે એક વાગ્યાને 45 મિનિટે તે સમાપ્ત થઇ જશે. ભારતમાં પૂરું સૂર્યગ્રહણ 20:34 નજર આવવાની સંભાવના છે. સંસ્થાએ જણાવ્યું કે સૂર્ય ગ્રહણ દરમિયાન ચંદ્રમાની આસપાસ સૂર્યની ગોળાકાર છાયા પડશે. આ અંધકારમય ક્ષેત્ર અંબ્રા કહેવાય છે. અને અપેક્ષાકૃત કમ અધંકારમય ક્ષેત્રને પેનંબ્રા કહેવાય છે.



    નાસાએ મુજબ આગામી 21 જૂનને થનારા સૂર્યગ્રહણ ભારતના ઉત્તરી ભાગમાં વધુ દેખાશે. નાસાએ ચેતવણી આપી છે કે સૂર્યગ્રહણને ખુલી આંખોથી ના દેખતા. આ સિવાય તમે સૂર્યગ્રહણને એક્સ રે કે સાધારણ ચશ્માથી પણ ના દેખતા. પેન્ટ કરેના શીશાથી પણ આ ગ્રહણ જોવું સુરક્ષિત નથી. ખાલી અધિકૃત ચશ્માથી જ અને ઉચિત ફિલ્ટર લગાવીને જ તમે આ જોઇ શકો છો.
    Published by:Chaitali Shukla
    First published: