Home /News /national-international /દરરોજ 10 લીટર દૂધ, એક ટાઈમે 1200 રૂપિયાની શાકભાજીનો ખર્ચ: એક છત નીચે રહે છે 4 પેઢીના 72 સભ્યો

દરરોજ 10 લીટર દૂધ, એક ટાઈમે 1200 રૂપિયાની શાકભાજીનો ખર્ચ: એક છત નીચે રહે છે 4 પેઢીના 72 સભ્યો

સોલાપુરનો સંયુક્ત પરિવાર

આમ તો સંયુક્ત પરિવારમાં મોટા ભાગે 20થી 25 સભ્યો હોય છે. પણ મહારાષ્ટ્રના આ ફેમિલીમાં 72 સભ્યો છે. આપણા મનમાં જે સૌથી પહેલા સવાલ આવે તે એ છે કે આ પરિવાર કેવી રીતે રહેતો હશે.

    સોલાપુર; આજના સમયમાં અમુક જ એવા પરિવાર છે, જે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય. મોટા ભાગના લોકો એકલ પરિવારમાં રહેવાનું પસંદ કરતા હોય છે. પહેલા જ્યાં આપણા દેશમાં સંયુક્ત પરિવારની સંસ્કૃતિ હતી, તે હવે ખતમ થઈ ગઈ છે. પણ મહારાષ્ટ્રના સોલાપુરમાં એક પરિવાર એવો પણ છે, જે ચાર પેઢીઓ સાથે એક જ છત નીચે રહે છે. 72 સભ્યોવાળા આ કુટુંબની કહાની સાંભળીને આપ પણ હેરાન રહી જશો.

    મહારાષ્ટ્રની આ ફેમિલીમાં છે 72 સભ્ય


    આમ તો સંયુક્ત પરિવારમાં મોટા ભાગે 20થી 25 સભ્યો હોય છે. પણ મહારાષ્ટ્રના આ ફેમિલીમાં 72 સભ્યો છે. આપણા મનમાં જે સૌથી પહેલા સવાલ આવે તે એ છે કે આ પરિવાર કેવી રીતે રહેતો હશે. ખાવા પર ઘરમાં કેટલો ખર્ચો થતો હશે. તો આવો જાણીએ આ વિશાળ પરિવાર વિશે બધી જાણકારી.

    આ પણ વાંચો: મહારાષ્ટ્રમાંથી અપહરણ કરી સૂરતમાં લઈ આવ્યા 12 વર્ષનું બાળક, પોલીસે 72 કલાકમાં દબોચી લીધા

    કર્ણાટકમાંથી 100 વર્ષ પહેલા આવ્યો હતો પરિવાર


    સોશિયલ મીડિયા પર સોલાપુરનો આ પરિવાર ખૂબ જ પોપ્યુલર થઈ ગયો છે. આ પરિવાર પર યુઝર્સ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.બીબીસીના એક રિપોર્ટ અનુસાર, આ મહારાષ્ટ્રીયન પરિવારની ચાર પેઢી છે. જેમાં વૃદ્ધ લોકો, પુરુષો, મહિલાઓ અને બાળકો સામેલ છે. એક જ છત નીચે રહે છે, જે એક સુંદર ભારતીય સંયુક્ત પરિવારની તસ્વીર શેર કરે છે. હકીકતમાં આ દોઈજોડે પરિવાર કર્ણાટકનો છે, પણ લગભગ 100 વર્ષ પહેલા સોલાપુર આવ્યા હતા. જે બાદ અહીં આવીને તેઓ વસ્યા, પરિવારના કેટલાય લોકો અલગ અલગ પ્રકારના બિઝનેસ કરે છે.

    10 લીટર દરરોજ દૂધ, શાકભાજી પાછળ 1200 રૂપિયાનો ખર્ચ


    તો વળી ખાનપાનની વાત કરીએ તો, આપ ચોકીં જશો. આ પરિવારમાં દરરોજ 10 લીટર દૂધની જરુર પડે છે. તેની સાથે જ એક ટાઈમે જમવા પર 1200 રૂપિયાની શાકભાજીનો ખર્ચ થાય છે. અને જો ક્યારેક નોનવેજ બને તો, આ ખર્ચો 3થી 4 ગણો વધી જાય છે.

    40થી 45 હજાર આવે છે લાઈટ બીલ


    ઘરના વિજળી ખર્ચની વાત કરીએ તો, એક મહિનામાં લાઈટનું બિલ 40થી 45 હજારની વચ્ચે આવે છે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પરિવારના સભ્ય અશ્વિન ડોઈજોડે જણાવે છે કે, મોટો પરિવાર હોવાના કારણે જરુરિયાત પણ વધારે છે. એટલા માટે એક સાથે બધી વસ્તુ ખરીદીએ છીએ, જેથી વાજબી ભાવે પડે.

    આ પણ વાંચો: આ દિવસે ;ભારત જોડો યાત્રા; માં સામેલ થશે આદિત્ય ઠાકરે, રાહુલ ગાંધીની સાથે મહારાષ્ટ્રમાં હુંકાર ભરશે

    ઘરની મહિલાઓનું શું કહેવુ છે


    આ તમામની વચ્ચે ઘરની મહિલાઓએ કહ્યું કે, શરુઆતમાં તેને પરિવારના સભ્યોની સંખ્યા વિશે ચિંતા હતી, પણ હવે તેઓ પરિવારના સભ્યો સાથે હળી મળીને રહે છે. પરિવારની નવી વહુ બનેલી નૈના ડોઈજોડે કહે છે કે, શરુઆતમાં મને આ પરિવાર આટલો મોટો હોવાથી ડર લાગ્યો હતો. પણ તમામે મારી મદદ કરી. મારી સાસુ, બહેન અને દિયરે મને ઘર વસાવવામાં મદદ કરી. પરિવારનો ખર્ચો ખૂબ વધારે છે. પણ ઘર ખર્ચ અને બિઝનેસમાં સફળતા માટે તમામ લોકોની મહેનત હોવાનું લોકો કહે છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन
    विज्ञापन