યુવકે ફેસબુક પર સ્યુસાઇડ નોટ પોસ્ટ કરી આત્મહત્યા કરી લીધી, લખ્યું - 'Don’t cry because...'

યુવકે ફેસબુક પર સ્યુસાઇડ નોટ પોસ્ટ કરી આત્મહત્યા કરી લીધી, લખ્યું - 'Don’t cry because...'
મુકુલ વરિયા લગ્ન અને ઈવેન્ટ્સના ડેકોરેશનનો પ્રોજેક્ટ્સ લેતો હતો

હું એકલો પડી ગયો છે. માફ કરશો હું થાકી ગયો છું. પરિવારના સભ્યો મારાથી ક્યારેય ખુશ નથી રહ્યા. હું મુસીબતમાં આવી ગયો છું.

 • Share this:
  સોલન : હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના સોલન (Solan) જિલ્લામાં 29 વર્ષીય યુવકે આત્મહત્યા (Suicide) કરી છે. મૃત્યુ પહેલા યુવકે પોતાની ફેસબુક પોસ્ટમાં (FB Post) એક સ્યુસાઇડ નોટ (Suicide Note) પણ લગાવી હતી અને તેની મોતનું કારણ પણ જણાવ્યું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

  મળતી માહિતી મુજબ 29 વર્ષીય મુકુલ વરિયા લગ્ન અને ઈવેન્ટ્સના ડેકોરેશનનો પ્રોજેક્ટ્સ લેતો હતો. મંગળવારે તેણે પોતાના ઘરના ઓરડામાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેના સંબંધીઓ તેને હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું.  ફેસબુક પર લખી લાંબી પોસ્ટ

  મુકુલે ભયાનક પગલું ભરતા પહેલા એક લાંબી ફેસબુક પોસ્ટ લખી. તેણે એક પોલીસકર્મી દ્વારા ત્રાસ આપવાનો આરોપ પણ લગાવ્યો છે. સાથે જ લખ્યું હતું કે, અંત સમયે ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. આ કારણે તેની પાસેથી હવે 35 હજાર રૂપિયા પાછા માંગવામાં આવી રહ્યા છે. તે એકલો પડી ગયો છે. માફ કરશો હું થાકી ગયો છું. પરિવારના સભ્યો મારાથી ક્યારેય ખુશ નથી રહ્યા. હું મુસીબતમાં આવી ગયો છું. હવે હું કોઈ મુશ્કેલીઓનો સામનો કરી શકુ તેમ નથી.

  આ પણ વાંચોઅનોખી સત્ય કહાની: નાનપણથી જ મોટી બહેન સાથે ખુબ રમ્યો-તોફાન કર્યું, 21 વર્ષે ખબર પડી કે તે તેનો પુત્ર છે

  મિત્રની માફી માંગી

  જ્યારે મુકુલે તેની ફેસબુક પોસ્ટમાં પરિવારની માફી માંગી હતી, ત્યારે તેણે તેની એક મહિલા મિત્રની માફી પણ માંગી હતી અને કહ્યું હતું કે, તેણીએ પણ તેને ખૂબ સમજાવ્યું હતું, પરંતુ તે સમજી શક્યો નહીં. ત્યારે, બીજી એક યુવતી પર દગો દેવાનો આરોપ મૂક્યો હતો. કહ્યું કે, તે યુવતીને ખૂબ પ્રેમ કરતો હતો. પરંતુ તેણે અન્ય લોકો સાથે ચક્કર ચલાવ્યું અને મને ખોટા સપના બતાવ્યા. અંતમાં યુવકે માફી માંગી અને લખ્યું, “Don’t cry because it’s over smile because it happened.”

  યુવકની સુસાઈડ નોટ


  આ પણ વાંચોPhotos: '...એક દીન એશ્વર્યા આ ગઈ', આર્મી જવાનને વિવાહીત હોવા છતા બીજા લગ્ન ભારે પડી ગયા!

  કાંગડામાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે

  તમને જણાવી દઈએ કે, મંગળવારે કાંગરામાં 19 વર્ષિય યુવકે આત્મહત્યા કરી હતી. યુવકે ફેસબુક લાઈવ કરી આત્મહત્યા કરી હતી. યુવાન ઘરમાં એકલો હતો અને માતા બડ્ડીમાં નોકરી કરે છે. ચાર વર્ષ પહેલા પિતાએ પણ આત્મહત્યા કરી હતી.
  Published by:kiran mehta
  First published:July 21, 2021, 17:11 pm

  ટૉપ ન્યૂઝ