નવવધૂએ બાથરૂમમાં કરી આત્મહત્યા, 3 મહિના પહેલા જ થયા હતા લગ્ન

પ્રતીકાત્મક તસવીર (shutterstock Image)

પતિએ બાથરૂમમાં જોયું તો આંખો પહોળી થઈ ગઈ, નવવધૂએ કયા કારણે આત્મહત્યા કરી તેનું રહસ્ય અકબંધ

 • Share this:
  જગત સિંહ બેંસ, બદ્દી (સોલાન). ત્રણ મહિના પહેલા જ થયા હતા લગ્ન (Marriage), હવે નવવધૂએ આત્મહત્યા (Suicide) કરી દીધી છે. મામલો હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના સોલાન જિલ્લા (Solan District)ના બદ્દી વિસ્તારનો છે. પોલીસ (Police) મામલાની તપાસ કરી રહી છે.

  મળતી જાણકારી મુજબ, બદ્દીના સરાજમાજરામાં ભાડાના મકાનમાં રહેતી એક નવવધૂ (Newly Wed Woman)એ ગળે ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. મહિલાના જાન્યુઆરી મહિનામાં જ લગ્ન થયા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ લાશ પરિજનોને સોંપી દીધી છે.

  આ પણ વાંચો, બાળક સ્કૂલમાં વહેંચી રહ્યું હતું 1-1 રૂપિયાની નોટ, પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

  બિહારના કટિયાર જિલ્લાના બરજલા ગામની 21 વર્ષીય મહિલાના જાન્યુઆરી મહિનામાં આ ગામના જ મનોજ સાથે લગ્ન થયા હતા. મનોજ બદ્દીમાં એક કંપનીમાં કાર્યરત હતા. વિવાદ બાદ બંને બદ્દી આવી ગયા હતા અને બદ્દીમાં વોર્ડ નંબર-3 સરાજમાજરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ગુરુવાર સવારે બંને પતિ-પત્નીએ પહેલા છત પર સવારમાં આંટા માર્યા અને ત્યારબાદ પત્ની બાથરૂમમાં જતી રહી હતી.

  આ પણ વાંચો, સરપંચે ક્લાસમાં ઘૂસીને શિક્ષિકા સાથે આચર્યું દુષ્કર્મ, બહેને બૂમાબૂમ કરી તો થયો ફરાર  બાથરૂમમાં કરી આત્મહત્યા

  જ્યારે મહિલા લાંબા સમય બાદ પણ બાથરૂમની બહાર ન આવી તો પતિએ બાથરૂમમાં જોયું તો મહિલાએ ગ્રિલમાં દુપટ્ટાનો ફંદો લગાવીને લટકી ગઈ હતી. જેની પર તેણે પોતાની મામી અને ભાણીયાને બોલાવ્યા અને તેને નીચે ઉતારી. ત્યાં સુધી તે મહિલા શ્વાસ લઈ રહી હતી. બેભાન સ્થિતિમાં જ તેને બદ્દી હૉસ્પિટલ લાવવામાં આવી રહી હતી તે દરમિયાન રસ્તામાં જ તેણે છેલ્લા શ્વાસ લીધા. મૃત મહિલાના રૂમમાંથી કોઈ સુસાઇડ નોટ નથી મળી. મહિલાના પતિનું કહેવું છે કે તેનો પત્ની સાથે કોઈ ઝઘડો નહોતો થયો. તેમ છતાંય પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: