સોલાની શરમજનક ઘટના! આડા સંબંધના આરોપમાં મહિલાને નગ્ન કરી જાહેરમાં નવડાવી, લોકો જોતા રહ્યા તમાસો

News18 Gujarati
Updated: September 2, 2020, 4:02 PM IST
સોલાની શરમજનક ઘટના! આડા સંબંધના આરોપમાં મહિલાને નગ્ન કરી જાહેરમાં નવડાવી, લોકો જોતા રહ્યા તમાસો
પ્રતિકાત્મક તસવીર

ખાપ પંચાયતે મહિલા ઉપર આરોપ લગાવ્યો હતો કે મહિલાને તેના પરિવારના યુવક સાથે આડા સંબંધ છે.

  • Share this:
સીકરઃ રાજસ્થાનના (Rajasthan) શેખાવાટી વિસ્તારમાં એક શરમજનક અને ડરામણી ઘટના સામે આવી છે. અહીં ખાપ પંચાયતે તમામ હદો પાર કરી દઈને મહિલા ઉપર પોતાના પરિવારના યુવક સાથે આડા સંબંધોનો (love Affair) આરોપ લગાવીને ઉવાંડા ઊભા થઈ જાય એવી સજા સંભળાવી હતી. આરોપી છે કે ખાપ પંચાયતે (Khap Panchayat) મહિલાને નિર્વસ્ત્ર (Nude) કરીને જાહેર રસ્તા ઉપર સ્નાન કરાવ્યું હતું.

ગત 21 ઓગસ્ટે બનેલી આ ઘટનાને લઈને મંગળવારે સાંસી સમાજે પોલીસ અધિક્ષકને અજાણ્યા આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત કોરાના વાયરસ (coronavirus) સમયમાં 400થી વધારે લોકો એકઠાં થતાં તેમની સામે કોરોના ગાઈડલાઈન (corona guideline) ભંગ હેઠળ ગુનો નોંધવામાં પણ આવે.

અખિલ રાજસ્થાન સાંસી સમાજ સુધારક અને વિકાસ ન્યાયના પ્રદેશ અધ્યક્ષ સવાઈ સિંહ માલાવત તરફથી મંગળવારે સમાજના લોકો સાથે પોલીસ અધિક્ષકને આ સંબંધી અરજી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે 21 ઓગસ્ટે જિલ્લાના સોલા ગામમાં થઈ હતી. જ્યાં સાંસી સમાજની એક મહિલા અને તેના ભત્રીજાને નગ્ન કરી જાહેરમાં નવડાવી હતી.

ખાપ પંચાયતે મહિલા ઉપર આરોપ લગાવ્યો હતો કે મહિલાને તેના પરિવારના યુવક સાથે આડા સંબંધ છે. આ ઘટના દરમિયાન આશરે 400 લોકો હાજર હતા. પરંતુ કોઈએ આનો વિરોધ કર્યો ન હતો. આ સમયે મહિલાના ફોટા પાડવામાં આવ્યા અને વીડિયો પણ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-ક્યાં છે દારુબંધી? સુરતમાં લસકાણામાં જાહેરમાં દારુની પોટલીઓ વેચાવાનો Video થયો Viral

આ પણ વાંચોઃ-સુરતઃ દારુ પકડવા ગયેલી પોલીસ સામે બૂટલેગરે કપડાં કાઢી કર્યો તમાસો, પોતાના ઉપર હુમલો થતાં પોલીસ ભાગીઆ પણ વાંચોઃ-વૈજ્ઞાનિકોમાં આશાનું કિરણ! કોઈપણ દવા વગર માણસના શરીરમાં સંપૂર્ણ પણે ખતમ થયો HIV

51 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો
આ સજા ખાપ પંચાયત તરફથી કરવામાં આવી હતી. ખાપ પંચાયતે મહિલા અને તેના ભત્રીજાને 51 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સમાજે પોલીસ પાસે માંગણી કરી છે કે ફરિયાદ નોંધવામાં આવે અને આરોપીઓ સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે.

ખાપ પંચાયતમાં જે લોકો સામેલ હતા તેમની પાસેથી 51 હજાર રૂપિયા પાછા લઈને મહિલાને અપાવવામાં આવેલ અને હાજર ભીડ સામે કોરોનાની એડવાઈઝરીના ઉલંઘન કરવાનો પણ કેસ નોંધવામાં આવે.
Published by: ankit patel
First published: September 2, 2020, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading