Home /News /national-international /

40 વર્ષ પહેલા થયેલા લગ્નને ‘સોફ્ટવેર’ માન્યતા નથી આપી રહ્યું! દિલ્હીનું આ કપલ હાઈકોર્ટ પહોંચ્યું

40 વર્ષ પહેલા થયેલા લગ્નને ‘સોફ્ટવેર’ માન્યતા નથી આપી રહ્યું! દિલ્હીનું આ કપલ હાઈકોર્ટ પહોંચ્યું

આ મામલાને લઈને દિલ્હી હાઈકોર્ટે (Delhi High court) ગુરુવારે દિલ્હી સરકારને નોટિસ જરી કરીને જવાબ માગ્યો છે. (File Photo)

આ કપલનું કહેવું છે કે તેઓ પોતાના લગ્નનું ઓનલાઈન રજીસ્ટ્રેશન નથી કરી શકતા કેમકે વર્ષ 1981માં લગ્ન સમયે ઉંમર ઓછી હોવાને લીધે સોફ્ટવેર તેમની અરજી મંજૂર નથી કરી રહ્યું.

  નવી દિલ્હી. દિલ્હીના એક કપલને લગ્નના 40 વર્ષ થઈ ગયા બાદ પણ મેરેજ રજીસ્ટ્રેશન (marriage Registration) માટે કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો છે (Delhi couple force to go to court for marriage registration) અને તેનું કારણ ‘સોફ્ટવેર’ છે. આ કપલનું કહેવું છે કે તેઓ પોતાના લગ્નનું ઓનલાઈન રજીસ્ટ્રેશન નથી કરી શકતા કેમકે વર્ષ 1981માં લગ્ન સમયે ઉંમર ઓછી હોવાને લીધે સોફ્ટવેર તેમની અરજી મંજૂર નથી કરી રહ્યું.

  આ મામલાને લઈને દિલ્હી હાઈકોર્ટે (Delhi High court) ગુરુવારે દિલ્હી સરકારને નોટિસ જરી કરીને જવાબ માગ્યો છે. જસ્ટિસ રેખા પિલઈએ દિલ્હી સરકાર અને અન્યોને જવાબ દાખલ કરવાનું કહ્યું છે. આ કેસમાં હવે આગામી સુનાવણી 23 ડિસેમ્બરે થશે. આ કપલે એડવોકેટ જે એસ મનનના માધ્યમથી કોર્ટમાં પોતાના લગ્નના રજીસ્ટ્રેશનને લઈને અરજી નોંધાવી છે.

  અરજદારે કોર્ટને જણાવ્યું કે તેમણે પોતાના લગ્નની નોંધણી માટે તમામ જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત વિભાગનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમના લગ્નનું રજીસ્ટ્રેશન થઈ શક્યું નથી. કારણ કે 28 મે 1981ના લગ્ન સમયે પતિની ઉંમર 21 વર્ષથી ઓછી હતી અને પત્નીની ઉંમર 18 વર્ષથી ઓછી હતી એટલે સોફ્ટવેર સિસ્ટમે તેમની અરજી સ્વીકારી ન હતી.

  અરજદારે કોર્ટમાં આ અરજી કરી હતી

  અરજદારે કોર્ટને અપીલ કરી છે કે તેઓ આ મામલે સંબંધિત વિભાગને સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954ના પાંચમા શિડ્યુલ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવવાનો નિર્દેશ આપે. આ સાથે એ પણ નિર્દેશ કરવો જોઈએ કે આ માટે લગ્નના 30 દિવસ પહેલા નોટિસ આપવાની જરૂરતને પણ દૂર કરવામાં આવે.

  આ પણ વાંચો: કોંગ્રેસ MLAના પુત્રની આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખ્યું- હું પોતાના મિત્ર પાસે જઈ રહ્યો છું

  અરજીમાં દંપતીએ જણાવ્યું કે, તેઓએ સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954માં નિર્દેશિત કલમ 15 સંબંધિત તમામ શરતોનું પાલન કર્યું છે અને લગ્નની નોંધણી સમયે 21 વર્ષની ઉંમર પૂરી કરી લીધી છે અને આ લગ્ન 28 મે 1981 હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા.

  આ પણ વાંચો: ઝાકિયા જાફરીની અરજી પર દલીલ કરતા કપિલ સિબ્બલ ભાવુક બન્યા, કહ્યું, ‘હું પણ એ જ નફરતનો શિકાર બન્યો છું.’

  અરજદારે કહ્યું કે લગ્ન બાદથી તેઓ પતિ-પત્ની તરીકે તેમનો પરિવાર ચલાવી રહ્યા છે. આ કપલને 4 બાળકો પણ છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Delhi High Court, Delhi News, Highcourt, Marriage Registration, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन