ભારતીયોની વ્યક્તિગત જાણકારી દાવ પર, આધાર કાર્ડનું સોફ્ટવેટ હેક

News18 Gujarati
Updated: September 12, 2018, 8:57 AM IST
ભારતીયોની વ્યક્તિગત જાણકારી દાવ પર, આધાર કાર્ડનું સોફ્ટવેટ હેક
ફાઈલ ફોટો

હફિંગટનપોસ્ટ ડોટ ઈને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, આધાર કાર્ડના સોફ્ટવેર હૈક કરવામાં આવ્યો છે.

  • Share this:
આધાર કાર્ડની સુરક્ષાને લઈને ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યૂઆઈડીએઆઈ) સતત લોકોના મનમાં ચાલી રહેલી ચિંતાને દૂર કરવામાં લાગેલી છે. જોકે, આ વચ્ચે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આધારના સોફ્ટવેરને હૈક કરી લેવામાં આવ્યો છે જેનાથી ભારતના લગભગ એક અરબ લોકોની વ્યક્તિગત જાણકારી દાવ પર લાગી ગઈ છે.

સોફ્ટવેરની કિંમત 2,500 રૂપિયા

હફિંગટનપોસ્ટ ડોટ ઈને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, આધાર કાર્ડના સોફ્ટવેર હૈક કરવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે, આધાર કાર્ડના સોફ્ટવેરમાં એક મોટી ગડબડ છે જેમાં એક સોફ્ટવેર દ્વારા દુનિયામાં ગમે તે જગ્યાએ બેસેલ વ્યક્તિ કોઈપણ નામથી વાસ્તવિક આધાર કાર્ડ બનાવી શકે છે. આ સોફ્ટવેરની કિંમત માત્ર 2,500 રૂપિયા છે.કોંગ્રેસે કર્યુ ટ્વિટ

હફિંગટનપોસ્ટ ડોટ ઈનની આ રિપોર્ટને તૈયાર કરવામાં દુનિયાભરના 5 એક્સપર્ટની મદદ લેવામાં આવી છે. અસલમાં આ સોફ્ટવેરની મદદથી આધારની સિક્યોરિટી ફિચરને બંધ કરવામાં આવી શકે છે અને નવો આધાર તૈયાર કરી શકાય છે. આ સોફ્ટવેર 2,500 રૂપિયામાં વોટ્સએપ પર વેચવામાં આવી રહ્યો છે. સાથે જ યૂટ્યૂબ પર ઘણા વીડિયો છે જેમાં એક કોડ દ્વારા કોઈપણ આધાર કાર્ડ સાથે છેડછાડ થઈ શકે છે અને નવું આધાર કાર્ડ બનાવી શકાય છે. તો બીજી તરફ આને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે આ રિપોર્ટને ટ્વિટ પણ કર્યું છે. 
First published: September 11, 2018, 6:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading