Home /News /national-international /આ સમાજસેવકે ગામમાં શૌચાલય બનાવવા દોઢ એકર જમીન સહિત પત્નીનું મંગળસૂત્ર વેચ્યું, જાણો તેમની કહાણી
આ સમાજસેવકે ગામમાં શૌચાલય બનાવવા દોઢ એકર જમીન સહિત પત્નીનું મંગળસૂત્ર વેચ્યું, જાણો તેમની કહાણી
સમાજસેવક બાબાસાહેબ શેલ્કેની તસવીર
ઘણાં લોકો બીમાર લોકોને ફળ આપતા હોય છે તો વળી કેટલાક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે. તો વળી, ઘણાં લોકો વૃક્ષારોપણ કરતા હોય છે. પરંતુ એક વ્યક્તિએ ગામમાં શૌચાલય બનાવવા માટે જમીન સહિત પત્નીનું મંગળસૂત્ર વેચી નાંખ્યું, છે ને નવાઈની વાત! આવો જાણીએ તેમની કહાણી...
નારાયણ કાળે, જાલનાઃ ઘણાં એવા લોકો છે કે જે સમાજ માટે કંઈપણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. ઘણાં લોકો બીમાર લોકોને ફળ આપતા હોય છે તો વળી કેટલાક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે. તો વળી, ઘણાં લોકો વૃક્ષારોપણ કરતા હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ ગામમાં ટોયલેટ બનાવવા માટે પોતાની દોઢ એકર જમીન, પત્નીનું મંગળસૂત્ર અને ફાયનાન્સ કંપની પાસેથી લોન લે છે તે જાણીને તમને નવાઈ લાગશે. હા, જાલના જિલ્લાના ડોમેગાનો ગામના રહેવાસી બાબાસાહેબ શેલ્કેએ સમાજની સેવા માટે આ કામ કર્યું છે. પોતાના પૈસાથી તેણે અત્યાર સુધીમાં 200 શૌચાલય બનાવ્યાં છે અને 8500 વૃક્ષો વાવ્યાં છે.
બાબાસાહેબ શેલ્કે જાલના જિલ્લાના અંબાડ તાલુકાના ડોમેગાનો ગામના રહેવાસી છે. તેમની ફાયનાન્સિયલ કન્ડિશન નોર્મલ છે. તે ગ્રામ પંચાયતમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે અને તેમની પાસે 3 એકર જેટલી જમીન છે. તેમના ગામની આસપાસના ગામડાંઓમાં સ્વચ્છતાના અનેક કામ કરવામાં આવતા હતા અને તેઓ ઘણીવાર આ ગામોની મુલાકાતે જતા હતા. ત્યારે તેઓ વિચારતા હતા કે મારું ગામ પણ આવું જ સ્વચ્છ અને સુંદર હોવું જોઈએ.
વર્ષ 2010માં શેલ્કેએ ગામમાં શૌચાલય બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પહેલાં તો ઘણાં ગામલોકોએ તેનો વિરોધ કર્યો પણ કેટલાક લોકો તેના સમર્થનમાં આવ્યા હતા. વર્ષ 2018 પછી ગામમાં શૌચાલય બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું અને જોતજોતામાં જ 200 જેટલા શૌચાલય બનાવી દીધા હતા અને 8500 વૃક્ષો વાવ્યા હતા. તેઓ એક વિશાળ પ્લાન્ટ નર્સરી બનાવવા માટે કામ કરી રહ્યા છે અને તેમાં 4500 છોડ હશે. શરૂઆતમાં પરિવારના સભ્યોએ પણ શેલ્કેનો વિરોધ કર્યો હતો અને સમય જતાં તેમને પણ સમજાઈ ગયું હતું કે, શેલ્કે શું કામ કરી રહ્યો છે. હવે તેને પરિવારના તમામ સભ્યો શેલ્કેને મદદ કરે છે.
શેલ્કેએ જણાવ્યુ હતુ કે, ‘મેં વર્ષ 2010માં શૌચાલય બનાવવાનું કામ શરૂ કર્યુ હતું. શરૂઆતમાં ગામલોકોએ તેનો વિરોધ કર્યો હતો. ઘણાં લોકો મારી પર હસ્યા હતા પણ મેં કામ ચાલુ રાખ્યુ હતુ. આ કામ પૂરું કરવા મેં મારી દોઢ એકર જમીન વેચી નાંખી અને મારી પત્નીનું મંગળસૂત્ર વેચી નાંખ્યું હતું.’ બાબાસાહેબ શેલ્કેની આ સમાજસેવા માટે તેમને ડોમેગાનો ગ્રામ પંચાયત દ્વારા નિર્મલ ગ્રામ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેટલું જ નહીં, તેમના વૃક્ષારોપણના કામ બદલ તેમને રાજ્ય સરકાર તરફથી ‘શિવ છત્રપતિ વનશ્રી પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર