અટકાયત બાદ અર્થશાસ્ત્રી jean drezeની મુક્તિ; રાહુલે કહ્યું- બીજેપીએ યુદ્ધ છેડ્યું છે

અટકાયત બાદ અર્થશાસ્ત્રી jean drezeની મુક્તિ; રાહુલે કહ્યું- બીજેપીએ યુદ્ધ છેડ્યું છે
સામાજિક કાર્યકર્તા અને અર્થશાસ્ત્રી જ્યાં દ્રેજ (ફાઇલ ફોટો)

અર્થશાસ્ત્રી જ્યાં ટ્રેજ પોલીસ કસ્ટડીમાં, રાહુલે કહ્યું- બીજેપીએ યુદ્ધ છેડી દીધું છે

 • Share this:
  ઝારખંડના ગઢવામાં પોલીસે સામાજિક કાર્યકર્તા અને અર્થશાસ્ત્રી jean dreze (જ્યાં દ્રેજ)ની અટકાયત કરી હતી. તેમની સાથે પોલીસે પૂછપરછ કરી હતી અને બાદમાં તેમને મુક્ત કર્યા હતા. અટકાયત બાદ તેમને વિશુનપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ તેમની પૂછપરછ કરી હતી. આચાર સંહિતા ઉલ્લંઘનના મામલે આ કાર્યવાહી કરવામાં આવી.

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દ્રેજને કસ્ટડીમાં લેવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું કે, હું જ્યાં દ્રેજને કસ્ટડીમાં લેવાના અહેવાલથી ખૂબ જ ચિંતિત છું. ગરીબો અને વંચિતો માટે કામ કરનારાઓની વિરુદ્ધ બીજેપી યુદ્ધ છેડી દીધું છે.  જ્યાં દ્રેજ એક કાર્યક્રમમાં ભાગ લેવા ગઢવાના વિશુનપુરા પહોંચ્યા હતા. દેહાન ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન પોશરા ચોક પર થવાનું હતું. આ દરમિયાન પોલીસ પહોંચી અને કાર્યક્રમને અટકાવી દીધું અને જ્યાં દ્રેજને કસ્ટડીમાં લઈ લીધા.

  આ પણ જુઓ, રાહુલ ગાંધીએ ઘાયલ પત્રકારની કરી મદદ

  ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ છે. એવામાં વહીવટીતંત્રની મંજૂરી વિના કોઈ કાર્યક્રમ ન કરી શકાય. મળતી જાણકારી મુજબ, જ્યાં દ્રેજના કાર્યક્રમ માટે વહીવટીતંત્રની મંજૂરી નહોતી લેવામાં આવી. એવામાં પોલીસને જેવી કાર્યક્રમની માહિતી મળી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જ્યાં દ્રેજને કસ્ટડીમાં લઈ લીધા. વિશુનપુરા પોલીસ સ્ટેશનમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
  Published by:News18 Gujarati
  First published:March 28, 2019, 14:54 IST

  ટૉપ ન્યૂઝ