પત્રકારે RTIમાં પૂછ્યો એક સવાલ, સામે મળ્યા 360 જવાબ

News18 Gujarati
Updated: October 13, 2019, 8:41 PM IST
પત્રકારે RTIમાં પૂછ્યો એક સવાલ, સામે મળ્યા 360 જવાબ
પ્રતિકાત્મક તસવીર

જિતેન્દ્ર સુરાના નામના એક પત્રકારે ઑનલાઇન આરટીઆઇ (Online RTI) અરજી આપીને પોસ્ટ વિભાગમાંથી તેના પરિસર અને હાઉસિંગ કોમ્પલેક્સ વિશે જાણકારી માંગી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ માહિતી અધિકારી (Right to Information) કાયદાનો ઉપયોગ કરવો મધ્ય પ્રદેશના એક સમાજિક કાર્યકર્તા (social worker) અને પત્રકાર માટે માથાનો દુઃખાવા સમાન બની ગયો હતો. જિતેન્દ્ર સુરાના નામના એક પત્રકારે ઑનલાઇન આરટીઆઇ (Online RTI) અરજી આપીને પોસ્ટ વિભાગમાંથી તેના પરિસર અને હાઉસિંગ કોમ્પલેક્સ વિશે જાણકારી માંગી હતી.

7 ઓગસ્ટ 2019ના દિવસે મોકલેલા આ પ્રશ્નના જવાબમાં સુરાનાને અત્યાર સુધી 360થી વધારે જવાબ મળી ચૂક્યા છે. વિભાગ દ્વારા મોકલેલા જવાબના અંબર લાગતા સુરાનાએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે વિભાગ ઉપર બિનજવાબદાર વલણ દાખવવાનો આરોપ લગાવ્યો છે. તેમના પ્રમાણે તેમણે ઑનલાઇન જવાબ માગ્યો હતો તો તેમને પોસ્ટ દ્વારા જવાબ કેમ મોકલવામાં આવે છે?

અચલ સંપતિની જાણકારી માંગી હતી

જિતેન્દ્ર સુરાનાએ પોસ્ટ વિભાગને જે RTI અરજી આપી હતી. તેમાં તેમણે વિભાગની અચલ સંપત્તિઓનો માર્કેટ ભાવ અને સત્તાવાર કિંમતની જાણકારી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિભાગે આ સંબંધમાં ચીફ પોસ્ટ માસ્ટર અને પ્રદેશના દરેક પોસ્ટ માસ્ટર જનરલ પાસેથી આ જાણકારી માંગી હતી.

આ પણ વાંચોઃ-AMCએ રાતોરાત સુભાષબ્રિજ નીચે આવેલા 100 વર્ષ જૂના મંદિરને તોડી પાડ્યું

આવેદન કર્યાના ત્રણ-ચાર દિવસ પછી સુરાનાને જવાબ મોકલવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે 13 ઓગસ્ટે પહેલો જવાબ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદથી તેમને દરરોજ એક પત્ર આવવાનો શરૂ થયો હતો. સુરાનાએ જણાવ્યું કે તેમની પાસે દરરોજ આશરે 10 પત્ર આવવા લાગ્યા. ક્યારેક પાંચ તો ક્યારે 22 પત્રો મળવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે અત્યાર સુધી તેમને 360થી વધારે જવાબો મળ્યા છે.આ પણ વાંચોઃ-લગ્નમાં દગો મળતા આ અભિનેત્રીએ રડતાં રડતાં PM મોદીને મદદની કરી અપીલ

બેદરકારી ભર્યા વલણનો વિરોધ કર્યો
સામાજિક કાર્યકર્તા જિતેન્દ્ર સુરાનાએ પોસ્ટ વિભાગ દ્વારા દરરોજ સવાલના જવાબ મોકલવામાં આવતા હતા. જેમનો તેમણે વિરોધ કર્યો હતો. સુરાનાએ ન્યૂઝ18 સાથે વાત કરતા કહ્યું હતું કે, પોસ્ટ વિભાગના દરેક અધિકારીઓએ જવાબદારી છે કે તેઓએ માંગેલી જાણકારીનો જવાબ ઉચ્છ પદાધિકારીને આપવો જોઇએ.

આ પણ વાંચોઃ-OMG! પ્રી-મેચ્યોર ડિલિવરીમાં મહિલાએ એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો

ત્યારબાદ વિભાગ જવાબનું સંકલન કરીને અરજીકર્તાને જાણ કરે. અલગ અધિકારીઓ દ્વારા મને જવાબ મોકલવો યોગ્ય નથી. પોસ્ટ વિભાગ દ્વારા એક એક જવાબ મોકલતા મારે મુશ્કેલીઓ વધી છે. આ ઉપરાંત જો જાણકારી ઑનલાઇન માંગ છે તો તેનો જવાબ પણ ઑનલાઇન આવવો જોઇએ. પત્ર દ્વારા નહીં.
First published: October 13, 2019, 8:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading