નવી દિલ્હીઃ જંગલ (Forest)માં લોકોને ફરવાની ખૂબ મજા આવે છે. ખાસ કરીને બાળકો તો વન્ય જાનવરો (Wild Life)ને નજીકથી જોવા માટે ખાસ ઉત્સાહિત રહે છે. આવા સ્થળો પર રજાના દિવસોમાં જોરદાર ભીડ જોવા મળતી હોય છે. પરંતુ અનેકવાર જંગલોમાં ફરવું જોખમ ભરેલું હોય છે. ખાસ કરીને જ્યારે તમે તકેદારી ન રાખો તો. હાલમાં એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે વીડિયો (Viral Video) ઉતારી રહેલા લોકોની તરફ વાઘ (Tiger)એ અચાનક છલાંગ લગાવી દીધી.
13 સેકન્ડના આ વીડિયોને જોઈને આપના શ્વાસ અટકી જશે. આ વીડિયોની એક-એક ફ્રેમ ધ્યાનથી જુઓ. દીવાલની એક તરફ લોકો વાઘને જોવા માટે ઊભા છે. કેટલાક લોકો ખુલ્લી ગાડીમાં પણ છે, જ્યારે દીવાલની બીજી તરફ વાઘ છે. લોકો વાઘને જોઈને ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. કેટલાક લોકો કેમેરા લઈને દીવાલ તરફ ભાગે છે. થોડીક જ સેકન્ડ બાદ વાઘ અચાનક દીવાલ પર છલાંગ લગાવે છે. ત્યારબાદ તો ચારે તરફ અફરાતફરી મચી જાય છે. લોકો બૂમો પાડવા લાગે છે. પરંતુ રાહતની વાત એ રહી કે વાઘે કોઈની ઉપર હુમલો ન કર્યો અને કોઈને નુકસાન ન પહોંચાડ્યું. લોકોએ ફરી રાહતનો શ્વાસ લીધો.
Idiotitis...
When human brain shuts down & mouth keeps talking.
Appreciate the anger management of the tiger. But that can’t be guaranteed in future. pic.twitter.com/dSG3z37fa8
આ વીડિયો 21 જાન્યુઆરીનો છે. તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે ફોરેસ્ટ સર્વિસ અધિકારી સુશાંત નંદા (IFS Susanta Nanda)એ. ટ્વીટર પર આ વીડિયોને લોકો ખૂબ શૅર કરી રહ્યા છે. તેને હજારો લોકો જોઈ ચૂક્યા છે. સુશાંત નંદાએ વીડિયોમાં જોવા મળતા લોકોની ટીકા કરી છે. તેઓએ આ લોકોને મૂર્ખ કહ્યા છે. વીડિયો શૅર કરીને તેઓએ લખ્યું કે જ્યારે લોકોનું મગજ કામ કરવાનું બંધ કરી દે છે તો લોકો આવી જ હરકતો કરે છે.
અનેક લોકો આ વીડિયોને જોયા બાદ જંગલના અધિકારીઓેન પણ તેના માટે દોષી માની રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે લોકોને વાઘ જેવા ખૂંખાર જાનવરોની પાસે જવાની મંજૂરી કેમ આપવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર