કોરોના વાયરસના કારણે આ બૉડી બિલ્ડરે ગુમાવ્યા 6 પેક એબ્સ અને 23 કિલો વજન

News18 Gujarati
Updated: May 22, 2020, 7:05 PM IST
કોરોના વાયરસના કારણે આ બૉડી બિલ્ડરે ગુમાવ્યા 6 પેક એબ્સ અને 23 કિલો વજન
માઇક શૂઝની તસવીર

શૂઝે કહ્યું કે બીજા લોકો પણ જાણે કે કોરોના વાયરસ તમારા શરીરને કેવી રીતે નુક્શાન પહોંચાડી શકે છે.

  • Share this:
દેશ અને દુનિયામાં કોરોના વાયરસ (Coronavirus) કહેરમાંથી કોઇ પણ બચી નથી શક્યું. અમીર હોય કે ગરીબ, બળવાન હોય કે દુર્બળ બધા જ આની ઝપેટમાં આવ્યા છે. ત્યારે અમેરિકા (United States)માં કોરોના વાયરસના પ્રકોપની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. અનેક લોકો આ બિમારી સામે લડી રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં લોકો કોવિડ 19થી સંક્રમિત છે. અને હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે.

તેવામાં એક બૉડી બિલ્ડરે કોરોના વાયરસથી તેના શરીર પર કેવી અસર થઇ છે તેની ચોંકવનારી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ વ્યક્તિનું નામ છે કેલિફોર્નિયાનો માઇક શૂઝ. તે માર્ચમાં કોવિડ 19થી સંક્રમિત થયા હતા. અને તે ત્યારથી હોસ્પિટલમાં જ છે. આ દરમિયાન તેમનું વજન 23 કિલો ઘટી ગયું છે.

સૈન ફ્રાંસિસ્કોના રહેવાસી એક નર્સે માઇક શૂઝની આ ફોટો થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં શૂઝની એક ફોટો હોસ્પિટલમાં દાખલ થયા પહેલાની અને પછીના એક મહિનાની છે. આ તસવીરો જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. પહેલી ફોટો તેમને કોરોના થયો તેના 1 મહિના પહેલાની છે. જેમાં તે ચુસ્ત તંદુરસ્ત દેખાય છે. તેમનું ટોન શરીર અને 6 પેક્સ પણ છે. અને બાવડા પણ મજબૂત છે. તો બીજી તસવીરમાં તે ખૂબ જ દુર્બળ દેખાઇ રહ્યા છે.

શૂઝે કહ્યું કે હોસ્પિટલથી ફોટો ખેંચીને સોશિયલ મીડિયા પર મુકવું મારા માટે ખૂબ પરેશાની ભરેલું હતું. પણ ઇચ્છું છું કે બીજા લોકો પણ જાણે કે કોરોના વાયરસ તમારા શરીરને કેવી રીતે નુક્શાન પહોંચાડી શકે છે.

કોરોના વાયરસથી સંક્રમિત થયા પહેલા શૂઝનું વજન 86 કિલોગ્રામ હતું. અને હવે તે લગભગ 65 કિલોના થઇ ગયા છે. એટલે કે હવે તેમનું 23 કિલોગ્રામ વજન ઓછું થયું છે. પહેલા શૂઝ સપ્તાહમાં 6 થી 7 વાર જીમ જઇને કસરત કરતા હતા. પણ માર્ચ મહિનામાં તે મિયામીમાં એક પાર્ટીમાં સામેલ થયા. જે પણ તેમને કોરોના સંક્રમણ થયું હતું. આ પહેલા સોશ્યલ ડિસ્ટેંસિંગના નિયમ આવ્યા નહતા. તે 16 માર્ચથી હોસ્પિટલમાં દાખલ છે.
First published: May 22, 2020, 7:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading