Home /News /national-international /

જુડો કોચે 7 વર્ષના વિદ્યાર્થીને 27 વખત પટક્યો, 2 મહિના કોમામાં રહ્યા પછી મોત

જુડો કોચે 7 વર્ષના વિદ્યાર્થીને 27 વખત પટક્યો, 2 મહિના કોમામાં રહ્યા પછી મોત

પ્રતિકાત્મક તસવીર

છોકરાને ટ્રેનિંગ દરમિયાન જમીન પર 27 વખત પટક્યો હતો. જેના કારણે બાળકને ઘણી જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચી હતી

    તાઇવાન : તાઇવાનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જુડો ક્લાસ દરમિયાન કોચે સાત વર્ષના છોકરાને ટ્રેનિંગ દરમિયાન જમીન પર 27 વખત પટક્યો હતો. જેના કારણે બાળકને ઘણી જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે બે મહિનાથી કોમામાં રહ્યો હતો. જેનું બુધવારે સવારે અવસાન થયું છે.

    આ મામલો 21 એપ્રિલનો છે. 7 વર્ષનો હુઆંગ જુડો શીખતો હતો. 21 એપ્રિલે, કોચ કેટલાક મૂવ્સ બતાવી રહ્યા હતા. આ સમય દરમિયાન, કોચે વર્ગમાં 27 વાર હ્યુઆંગને ફ્લોર પર પટક્યો હતો. આને કારણે બાળક ત્યાં બેહોશ થઈ ગયો. તેને ફેંગ યુઆન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. થોડા દિવસોની સારવાર બાદ, બાળક કોમામાં જતો રહ્યો હતો, પરંતુ બે મહિનાની સારવાર બાદ પણ તેને બચાવી શકાયો નહીં.

    હોસ્પિટલના એક અધિકારીએ એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે બાળકને મગજનું હેમરેજ થયું હતું. આ કારણોસર તે 70 દિવસ માટે કોમામાં હતો. બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. આ સિવાય ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આવી સ્થિતિમાં, મંગળવારે, તેના માતાપિતાએ તેને લાઈફ સપોર્ટ સિસ્ટમથી દૂર કરવાનો નિર્ણય કર્યો.

    આ પણ વાંચોઅમદાવાદ : હોટલમાં રૂમ બુક કરાવી નબીરાઓ જામી હતી દારૂની મહેફિલ, પોલીસે રેડ કરી 9ની કરી અટકાયત

    બાળક ના પાડતો રહ્યો તો પણ કોચ તેને પટકતા રહ્યા

    સ્થાનિક મીડિયાએ પરિવારજનોના હવાલે જણાવ્યું છે કે, કોચે બાળક બેભાન થઈ ન ગયું ત્યાં સુધી તેને પટકવાનું ચાલુ રાખ્યું. આ પછી બાળકને ઉલટી થવા લાગી. તેને ઘણી વાર માથામાં વાગ્યું હતું. એટલું જ નહીં, આ સમય દરમિયાન હુઆંગે કોચને ઘણી વાર રોકાઈ જવાનું કહ્યું હતું, પરંતુ તે માન્યા નહીં. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ક્લાસ દરમિયાન બાળકના કાકા પણ હાજર હતા, પરંતુ તે પણ કોચને રોકી શક્યા નહીં.

    આ પણ વાંચો - રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો : 'મારા પતિએ માર મારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, બળજબરી દુષ્કર્મ પણ આચર્યું'

    કોચ વિરુદ્ધ કેસ નોંધ્યો

    આરોપી કોચ પર બાળકને ઇજા પહોંચાડવાના ગુનામાં આરોપ મૂકવામાં આવ્યો છે. કોચ સામે નોંધાયેલા કેસ મુજબ, જુડોના બેસિક સ્ટેપ્સ ન આવતા હોવા છતા હુઆંગને અન્ય બાળકો સાથે પ્રેક્ટિસ કરવાનું કહ્યું હતું. આ સિવાય તેને ઘણી વખત પટકવામાં આવ્યો હતો. બાળકે માથામાં દુખાવો થવાની ફરિયાદ થઈ હતી, તેમ છતાં કોચ તેને લગભગ અનેક વખત પટક્યો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Taiwan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन