આજે સોશિયલ મીડિયા (Social Media) રસપ્રદ અને મજેદાર ફોટા અને વિડિયોનો સ્ટોર બની ગયું છે. જ્યાં દરરોજ વિવિધ પ્રકારના ફની કોન્ટેન્ટ જોવા મળે છે. આવો જ એક અન્ય ફની અને મજેદાર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે એક મહિલા (Woman)ને સાડી પહેરેલી અને માથા પર પાલવ પકડીને રેલવે સ્ટેશન પર ગોવિંદા (Govinda)ના ગીત પર ડાન્સ કરતી જોઈ શકો છો. આ મહિલા પોતાની ધૂનમાં એવી રીતે ડાન્સ કરે છે કે તેની પાછળ ઉભેલા લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી.
વીડિયોની આ શોર્ટ ક્લિપમાં પણ મહિલાનો ડાન્સ (Woman Dance) એટલો અદભૂત છે કે તેની પાછળ ઉભેલા લોકો તેના સ્ટેપ્સને અનુસરીને જાતે જ ડાન્સ કરવા લાગે છે. ઘણા લોકો તો મજાકમાં એવું પણ કહી રહ્યા છે કે આ મહિલાનો ડાન્સ જોવામાં કેટલાક લોકોની ટ્રેન છૂટી ગઈ. આ મહિલાની આ સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. વીડિયો જોઈને ચોક્કસ તમારા ચહેરા પર પણ સ્માઈલ આવી જશે.
ગોવિંદાના આ ગીત પર કર્યો ડાન્સ વીડિયોમાં લાલ સાડી પહેરેલી એક મહિલા રેલવે પ્લેટફોર્મ પર ગોવિંદાના ગીત પર ડાન્સ કરતી જોઈ શકાય છે. આ ગીત છે- 'આપકે આ જાને સે...' આ દરમિયાન મહિલા તેના માથા પર પાલવ રાખેલી જોવા મળે છે.
તે ક્યારેક ગોવિંદાના ડાન્સ સ્ટેપ્સ ફોલો કરે છે તો ક્યારેક ગિટાર સ્ટેપ્સ ફોલો કરે છે. હવે જો તમે વીડિયોને જરા ધ્યાનથી જોશો તો ખબર પડશે કે મહિલાની પાછળ ઉભેલા લોકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે, સાથે જ મહિલાના ડાન્સ સ્ટેપ્સની કોપી પણ કરી રહ્યા છે.
‘ટેલેન્ટની સામે પહેરવેશ મેટર નથી કરતો’ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મહિલાની આ શાનદાર સ્ટાઈલ ઈન્ટરનેટ યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ વીડિયો mehnanitu હેન્ડલ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "પાછળ જુઓ, બંને મારી નકલ કરી રહ્યા છે." આના પર લોકોએ ખૂબ જ ફની કમેન્ટ્સ પણ આપી છે. ઘણા લોકોએ પૂછ્યું છે કે "આ કયું સ્ટેશન છે?" જ્યારે એક યુઝરે કહ્યું, "આ સાબિત કરે છે કે જો ટેલેન્ટ હોય તો પહેરવેશથી કોઈ ફરક પડતો નથી."
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર