Home /News /national-international /અફવા કે હકીકત: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગને કરાયા નજરકેદ?, તખ્તાપલટની થવા લાગી ચર્ચા

અફવા કે હકીકત: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગને કરાયા નજરકેદ?, તખ્તાપલટની થવા લાગી ચર્ચા

ચીનના રાષ્ટ્રપતિ નજરકેદ કરાયા હોવાનો સોશિયલ મીડિયા પર દાવો

Xi Jinping House Arrest: સોશિયલ મીડિયા પર હાલમાં એવા દાવા થઈ રહ્યા છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે, જો આ અંગેની કોઈ સત્તાવાર પુષ્ટિ કે જાહેરાત થઈ નથી.

    બેઈજીંગ: ચીનમાંથી રાષ્ટ્રપતિ શી જિનપીંગને લઈને એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામા આવી રહ્યો છે કે, રાષ્ટ્રપતિ શી જિનપીંગને પીપુલ્સ લિબરેશન આર્મીએ નજરકેદ કરી રાખ્યા છે. જો કે, ચીનના મીડિયા અથવા સત્તાવાર રીતે ચીનમાં તખ્તાપલટની કોઈ જાણકારી આવી નથી.

    આ બધું ત્યારે શરુ થયું  જ્યારે એક માનવાધિકાર કાર્યકર્તા જેનિફર જેંગે પોતાના ટ્વિટર હૈંડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો કે, PLA બેઈઝીંગ તરફ આગળ વધી રહ્યું છે, જેંગ હાલમાં અમેરિકામાં વસવાટ કરી રહી છે.



    જૈંગે પોતાના ટ્વિટમાં લખ્યું કે, PLA સૈન્ય વાહન 22 સપ્ટેમ્બરથી બેઈજીંગ તરફ જઈ રહ્યા છે. બેઈજીંગ નજીક હુઆનલાઈ કાઉંટીથી શરુ થઈને હેબેઈ પ્રાંતના ઝાંગજિયાકૌ શહેરમાં આ કાફલો ખતમ થયો. આખો કાફલો 80 કિમી લાંબો છે. આ તમામની વચ્ચે અફવા એવી છે કે, CCPના વરિષ્ઠ નેતાઓએ જિનપીંગને PLAના પ્રમુખ પદેથી હટાવ્યા બાદ તેમની ધરપકડ કરી લીધી છે.



    અમુક રિપોર્ટમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ચીનમાં લગભગ 60 ટકા ફ્લાઈટ શુક્રવારે કોઈ પણ સ્પષ્ટીકરણ વિના રોકી કેન્સલ કરી દેવામાં આવી છે.

    ચીનના લેખક ગોર્ડન ચાંગે જેંગના વીડિયોને રિટ્વિટ કરતા લખ્યું કે, બેઈજિંગમાં જનારા સૈન્ય વાહનોનો આ વીડિયો દેશમાં 59 ટકા ફ્લાઈટના ગ્રાઉંડિંગ અને સીનિયર અધિકારીઓને જેલમાં બંધ કર્યાના તુરંત બાદ આવ્યું છે. કંઈ પણ સ્પષ્ટ થતું નથી. જેનો અર્થ છે કે CCPની અંદર કંઈ તો થયું છે, ચીનમાં અસ્થિરતા છે.



    એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ફક્ત સામાન્ય અવરજવરવાળી ડોમેસ્ટિક ફ્લાઈટ, ચીની હવાઈ ક્ષેત્રમાં ઉડતી દેખાય છે. અફવાઓની વચ્ચે સમાચાર આવ્યા છે કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ જનરલ લી કિયાઓમિંગ, શી જિનપિંગની જગ્યા લઈ શકે છે.

    તો વળી ભાજપના સુબ્રમણ્યમ સ્વામીએ પણ ટ્વિટર પર ચીનમા કથિત અસ્થિરતાના મુદ્દાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. સ્વામીએ ટ્વિટ કર્યું છે કે, 'નવી અફવાની તપાસ થવી જોઈએ. શું જિનપિંગ બેઈઝીંગમાં નજરબંધ છે ? જ્યારે શી હાલમાં જ સમરકંદમાં હતા. ત્યારે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓને માનવામાં આવતું હતું કે, તેમણે શીને પાર્ટીના સેના પ્રભારીમાંથી હટાવી દીધી હતા, બાદમાં તેમને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા'
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Social media, Xi Jinping, ચીન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन