અયોધ્યા: નિર્ણય પહેલા રામ જન્મભૂમિ પર વિવાદિત પોસ્ટ કરવા પર રોક

News18 Gujarati
Updated: November 9, 2019, 6:40 AM IST
અયોધ્યા: નિર્ણય પહેલા રામ જન્મભૂમિ પર વિવાદિત પોસ્ટ કરવા પર રોક
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદને લગતી વિવાદિત પોસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદને લગતી વિવાદિત પોસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  • Share this:
અયોધ્યા રામ જન્મભૂમિ કેસ અંગે આવતીકાલે સુપ્રીમકોર્ટમાં ચૂકાદો હોવાથી રાજ્ય વહીવટી તંત્ર સાવચેત બન્યું છે. સુપ્રીમ કોર્ટ ચૂકાદો આપે તે પૂર્વે એક મોટું પગલું ભરતાં વિવાદિત પોસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં પણ વહીવટી તંત્ર દ્વારા વિવાદિત પોસ્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાજપના નેતાની વિવાદિત પોસ્ટ મુકવા પર એફઆઈઆર નોંધવામાં આવી છે.

તંત્ર અયોધ્યા કેસના નિર્ણય પહેલા કોઈ પણ પ્રકારનું વિવાદ ઇચ્છતું નથી. આવી સ્થિતિમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદને લગતી વિવાદિત પોસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ્સ પોસ્ટ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજકુમાર ઝાએ સોમવારથી રામ મંદિર જમીન વિવાદથી સંબંધિત સોશિયલ મીડિયા મેસેજ અને પોસ્ટરો પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે જિલ્લામાં કોઈ વિવાદિત પોસ્ટર આવે તો નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

શુક્રવારે યોગી સરકારે અયોધ્યા કેસ હેઠળ તમામ જિલ્લાઓને આદેશ જાહેર કર્યો હતો. જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટને દરેક જિલ્લામાં સાયબર સેલ સક્રિય કરવા સૂચના અપાઇ હતી. આ ઉપરાંત સોશિલ મીડિયા પર પણ નજર રાખવા આદેશ અપાયો હતો. આ ઉપરાંત યુપીના ડીજીપી ઓપી સિંહે એક આદેશ જારી કર્યો હતો કે દરેક જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રએ તેના સ્તરેથી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખવી પડશે.નોયડા ભાજપના નેતા પર કાર્યવાહી

અયોધ્યા મુદ્દે વિવાદિત પોસ્ટ મુકવા બદલ નોયડા ભાજપના નેતા સામે કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ભાજપના નેતા વિકાસ જાદૌન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વિકાસ જાદૌનના ટ્વિટર ઍકાઉન્ટ પર, પોતામને યુવા મોરચા ગૌતમ બુદ્ધ નગરની જિલ્લા કચેરીના પ્રભારી તરીકે વર્ણવવામાં આવ્યા છે. એસએસપી નોયડાના નિર્દેશ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. વિકાસ જાદૌને કુરાન-રામાયણમાં તફાવત દર્શાવતા વિવાદિત પોસ્ટ મુકી હતી.
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर