મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એવું લોકો એવું આશ્વાસન આપ્યુ કે, એટ્રોસિટી એક્ટમાં જે સંશોધન કરવામાં આવ્યું છે કે, તેનો દુરઉપયોગ નહી થાય. મુખ્યમંત્રીના આ નિવેદનનો સામાજિક ન્યાય ક્ષેત્રનાં તજજ્ઞ પી.એસ. ક્રિષ્નને શિવરાજસિંહ ચૌહાણને જડબાતોડ જવાબ આપ્યો છે. પી.એસ. ક્રિષ્નને એક પત્ર લખીને શિવરાજસિંહ ચૌહાણને યાદ અપાવ્યું કે, સવાલ એટ્રોસિટી એક્ટના દુરઉપયોગનો નથી પણ સવાલ એ છે કે, એટ્રોસિટીનાં કાયદાનો અમલ જ થતો નથી.”
પી.એસ. ક્રિષ્નને તેમના પત્રમાં વધુમાં લખ્યું કે, કોઇ પણ તથ્ય વગર એવો ભય ફેલાવવામાં આવી રહ્યો છે કે, દલિતો અટ્રોસિટી એક્ટનો દુરઉપયોગ કરે છે અને આ વાતમાં તથ્ય નથી. આકંડાઓ આ દલીલને સપોર્ટ કરતા નથી પણ લોકોમાં ખોટો ભય ફેલાવાઇ રહ્યો છે.
શિવરાજસિંહ ચૌહાણને લખેલા આ પત્રમાં પી.એસ.ક્રિષ્નને કહ્યું કે, “મીડીયામાં આવેલા અહેવાલો મુજબ, એવુ લાગે છે કે, છેલ્લા થોડા સમયથી ઉચ્ચ જ્ઞાતિ દ્વારા સિડ્યુલ કાસ્ટ એન્ડ સિડ્યુલ ટ્રાઇબ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટમાં થયેલા સંશોધનોનો વિરોધ થઇ રહ્યો છે તેના જવાબરૂપે તમે આ નિવેદન આપ્યુ છે. દલિતો એટ્રોસિટી એક્ટનાં કાયદાનો દુરઉપયોગ કરે છે એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે પણ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટા આ વાતનો છેદ ઉડાડી દે છે.”
2016માં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનાં આ રહ્યાં આંકડાઓ
દલિતો પર થયેલા અત્યાચારના આંકડાઓ:
સમગ્ર દેશમાં માત્ર 18 કેસો જ એવા નીકળ્યા કે જેમાં ખોટી ફરિયાદ કરવામાં આવી હોય અને પોલીસે કેસ બંધી કરી દીધા હોય. દલિતો પર અત્યાચારનાં 5166 જેટલા કેસો પોલીસ તપાસમાં ચાલી રહ્યા છે.
માત્ર 4611 કેસો જ પોલીસે ટ્રાયલ કોર્ટમાં મોકલ્યા. 500 લોકોની જ ધરપકડ થઇ.
2016ના અંતે ટ્રાયલ કોર્ટમાં 82.5 % કેસો પેન્ડિંગ હતા.
2842 કેસોની ટ્રાયલ પુરી થઇ, તેમાં માત્ર 886 કેસોમાં જ સજા થઇ એટલે કે 31.2 % કેસોમાં જ સજા થઇ.
પી.એસ. ક્રિષ્નને વધુમાં લખ્યુ કે, દલિતો પર થતા અત્યાચારો સંદર્ભે જે કેસો દાખલ કરવામાં આવે છે તેમાંથી 68.8 % જેટલા કેસોમાં તો આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે. આનું કારણ એ છે કે, પોલીસ દ્વારા તપાસ નબળી કરવામાં આવે છે અને કેસો લાંબા ચાલે છે. એટલે પીડિતો પર દબાણ વધે છે. તેમનો બોયકોટ થાય છે. ગરીબ હોવાથી ન્યાય માટે લાંબો સમય લડી શક્તા નથી. આ બધી બાબતો તપાસને અસર કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર