મૌલાનાના જનાજામાં એકત્ર થયા 10 હજાર લોકો, કોરોનાના ડરથી 3 ગામો સીલ

News18 Gujarati
Updated: July 5, 2020, 10:42 AM IST
મૌલાનાના જનાજામાં એકત્ર થયા 10 હજાર લોકો, કોરોનાના ડરથી 3 ગામો સીલ
આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા. (Animul Islam facebook)

પોલીસની મનાઈ છતાંય એકત્ર થયા હજારો લોકો, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા તંત્ર થયું દોડતું

  • Share this:
ગુવાહાટીઃ દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના કારણે હાલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)ના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. એવામાં કોઈના પણ અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકોને સામેલ થવાની મંજૂરી નથી આપવામાં આવતી. પરંતુ આસામ (Assam)ના નગાંવ જિલ્લામાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગની બિલકુલ પાલન નથી કર્યું. એક મૌલાનાની અંતિમ વિદાય માટે લગભગ 10 હજાર લોકો એકત્ર થયા હતા. બાદમાં પ્રશાસનને 3 ગામોને સીલ મારવાની ફરજ પડી હતી. આ ઉપરાંત આ મામલામાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.

10 હજારથી વધુ લોકો થયા હતા સામેલ

અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ મુજબ, ઓલ ઈન્ડિયા યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના ધારાસભ્ય અમિનુલ ઇસ્લામના પિતા ખરૂલ ઈસ્લામનું 2 જુલાઈએ અવસાન થયું હતું. 87 વર્ષના તેમના પિતા ઉત્તર પૂર્વમાં ઓલ ઈન્ડિયા જમાત ઉલેમા અને આમિર-એ-શરિયતના ઉપાધ્યક્ષ હતા. જેથી તેઓ આ વિસ્તારમાં ખૂબ જાણીતા હતા. એવામાં તેમના જનાજામાં હજારોની સંખ્યામાં લોકો પહોંચી ગયા. જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ, લગભગ 10 હજાર લોકો હાજર હતા.

કેસ નોંધાયો

નગાંવના ઉપાયુક્ત જાદવ સૈકિયાએ જણાવ્યું કે, આ મામલામાં અત્યાર સુધી બે કેસ નોંધાયા છે. એક પોલીસ દ્વારા અને બીજો એક મેજિસ્ટ્રેટ દ્વારા જે ઘટનાસ્થળે હાજર હતા. સૈકિયાએ કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આસપાસના ત્રણ ગામોને લૉકડાઉન કરી દેવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે કોઈ પણ આ દરમિયાન ન તો સોશિયલ ડિસ્ટન્સિંગનું માની રહ્યા છે અને ન તો કોઈને માસ્કો પહેર્યા હતો.

આ પણ વાંચો, કોરોનાના કહેરે રેકોર્ડ તોડ્યો, દેશમાં એક જ દિવસમાં 24,850 નવા કેસ, 613 દર્દીનાં મોતધારાસભ્ય અમિનુલ ઈસ્લામની સ્પષ્ટતા

બીજી તરફ, ધારાસભય અમિનુલ ઈસ્લામે કહ્યું કે તેમના પિતા ખૂબ લોકપ્રિય વ્યક્તિ હતા અને તેમને ચાહનારાઓની મોટી સંખ્યા હતી. તેઓએ જણાવ્યું કે, અમે મૃત્યુ અને અંતિમ સંસ્કાર વિશે પ્રશાસનને જાણ કરી હતી. પોલીસે લોકોને ત્યાં સામેલ થવાની ના પાડી હતી. અનેક ગાડીઓને પરત મોકલી દેવામાં આવી હતી, તેમ છતાંય કોઈક રીતે લોકો ત્યાં પહોંચી ગયા.

આ પણ વાંચો, અમરનાથ યાત્રા માટે રોજ 500 યાત્રિકોને મળશે મંજૂરી, આરતીનું થશે લાઇવ ટેલિકાસ્ટ


વિવાદોમાં અમિનુલ ઈસ્લામ : નોંધનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં અમીનુલ ઈસ્લામની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. તેમની પર આરોપ લાગ્યો હતો કે તેઓએ સાંપ્રદાયિક ભાવનાને ભડકાવવાનો પ્રયાસ કર્યો. રાજદ્રોહ હેઠળ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. હાલમાં તેઓ જામીન પર મુક્ત છે.
First published: July 5, 2020, 10:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading