સ્વામી અગ્નિવેશનું 80 વર્ષની ઉંમરમાં નિધન, લિવર સિરોસિસથી પીડિત હતા

સ્વામી અગ્નિવેશનું 80 વર્ષની ઉંમરમાં નિધન, લિવર સિરોસિસથી પીડિત હતા
સ્વામી અગ્નિવેશનું 80 વર્ષની ઉંમરમાં નિધન, લિવર સિરોસિસથી પીડિત હતા

લિવર સિરોસિસ અને મલ્ટી ઓર્ગેન ફેલ્યોરના કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા

 • Share this:
  નવી દિલ્હી : સામાજિક કાર્યકર્તા અને આર્ય સમાજના જાણીતા નેતા સ્વામી અગ્નિવેશનું 80 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. સ્વામી અગ્નિવેશની મંગળવારે અચાનક તબિયત બગડતા દિલ્હીની ઈન્સ્ટિટ્યુટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસ (ILBS)માં દાખલ કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ ડોક્ટરોની દેખરેખમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે સ્વાસ્થ્યમાં સુધારો થતો ન હતો. લિવર સિરોસિસ અને મલ્ટી ઓર્ગેન ફેલ્યોરના કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

  હંમેશા ચર્ચામાં રહેનારા અને સામાજિક મુદ્દા પર ખુલીને પોતાની વાત કહેનાર સ્વામી અગ્નિવેશે 1970માં આર્ય સભા નામની પાર્ટી બનાવી હતી. વર્ષ 1977માં તેમણે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. તેઓ હરિયાણા સરકારમાં શિક્ષણ મંત્રી પણ બન્યા હતા. 1981માં સ્વામી અગ્નિવેશે બંધુઆ મુક્તિ મોરચા નામના સંગઠનની સ્થાપના કરી હતી. સ્વામી અગ્રિવેશ વર્ષ 2011માં અન્ના હજારેના ભ્રષ્ટ્રાચાર વિરોધી આંદોલનમાં ભાગ લીધો હતો.  આ પણ વાંચો - રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1344 કેસ નોંધાયા, 1240 દર્દી સાજા થયા, રિકવરી રેટ 82.43% થયો  સ્વામી અગ્નિવેશે રિયાલિટી શો બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. તે નવેમ્બર 2011માં આ શો માં કોન્ટેસ્ટ તરીકે સામેલ થાય હતા. જોકે ત્રણ જ દિવસમાં ઘરમાંથી બહાર નિકળી ગયા હતા.
  Published by:Ashish Goyal
  First published:September 11, 2020, 21:06 pm

  ટૉપ ન્યૂઝ