અલીગઢ : યોગ શિક્ષક બાબા રામદેવ માને છે કે 100 કરોડ કરતા વધારે વસતી ધરાવતા ભારત દેશની પ્રાથમિકતા વસતી વધારા પર નિયંત્રણની હોવી જોઈએ. બુધવારે અલીગઢ ખાતે એક ભાષણમાં બાબાએ જણાવ્યું હતું કે, સરકારે એકથી વધારે બાળકો ધરાવતા લોકોનો મતાધિકાર છીનવી લેવો જોઈએ.
"દેશની વસતી પર નિયંત્રણ માટે સરકારે બેથી વધારે જન્મ આપતા લોકોનો મતાધિકાર, નોકરી અને સ્વાસ્થ્યની સગવડતા બંધ કરી દેવી જોઈએ, પછી તે હિન્દુ હોય કે મુસ્લિમ. દેશની વસતી પણ નિયંત્રણ મૂકવા માટે આ જ ઉત્તમ રસ્તો છે."
જોકે, આવું પ્રથમ વખત નથી બન્યું જ્યારે બાબા રામદેવે આવું નિવેદન આપ્યું હોય. ગયા વર્ષે તેમણે આનાથી પણ વધારે આક્રમક નિવેદન કરતા કહ્યુ હતુ કે જે લોકોને બે કરતા વધારે બાળકો છે તેમને સરકારી સ્કૂલોમાં પ્રવેશ આપવો જોઈએ નહીં. એટલું જ નહીં તેમને સરકારી નોકરી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર પણ ન આપવી જોઈએ.
52 વર્ષીય બાબાએ વધુમાં કહ્યુ હતુ કે, મારા જેવા લોકો કે જેમણે લગ્ન નથી કર્યાં તેમને ખાસ સન્માન મળવું જોઈએ. "મારે સામાનના થેલા લઈને જવું નથી પડતું. મેં એક બ્રાન્ડ બનાવી છે. હું આવી જ બીજી 1000 બ્રાન્ડ બનાવવા માંગું છું, જે ભારતને 2050 સુધી દુનિયાની સૌથી મોટી ઇકોનોમી બનાવશે." રામદેવે પતંજલિ બ્રાન્ડની સફળતા પાછળ પોતે અપરિણીત હોવાનું જણાવ્યું હતું.
બાબાએ 1997ના વર્ષમાં પતંજલિ બ્રાન્ડ લોંચ કરી હતી. જે બાદમાં આ બ્રાન્ડે સફળતાના અનેક શિખરો સર કર્યા છે. બાબાની પતંજલિ બ્રાન્ડ ફૂડ, ડેરી પ્રોડક્ટ્સ, પેકેઝ્ડ વોટર અને ગારમેન્ટ ક્ષેત્રમાં પ્રવેશી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર