Home /News /national-international /Snake in Bombay High Court: જજની સુરક્ષા પર મોટો પ્રશ્ન! બોમ્બે હાઇકોર્ટની ચેમ્બરમાં મળ્યો સાપ
Snake in Bombay High Court: જજની સુરક્ષા પર મોટો પ્રશ્ન! બોમ્બે હાઇકોર્ટની ચેમ્બરમાં મળ્યો સાપ
ફાઈલ તસવીર
mumbai latest news: આ પહેલા વર્ષ 2018માં પણ નવી મુંબઈમાં (new mumbai) એક જજ ઉપર સાપે હુમલો (snake attack on judge) કર્યો હતો. સાપના કારણે કોર્ટમાં (court) કોઈ નુકસાનના સમાચાર નથી.
Mumbai news: બોમ્બે હાઈકોર્ટમાં (Bombay High Court) જજની સુરક્ષા (Judge security) ઉપર મોટો પ્રશ્ન ઊભો થયો છે. શુક્રવારે ન્યાયાધીશની ચેમ્બરમાંથી સાપ (snake found in judge Chamber) મળ્યો હતો. અત્યારે ચેમ્બરમાં જજ હાજર હતા કે નહીં એ અંગે કોઈ જાણકારી મળી નથી. આવું પહેલીવાર નથી બન્યુ કે ચેમ્બરમાં સાપ મળી આવ્યો હોય. આ પહેલા વર્ષ 2018માં પણ નવી મુંબઈમાં એક જજ ઉપર સાપે હુમલો કર્યો હતો. સાપના કારણે કોર્ટમાં કોઈ નુકસાનના સમાચાર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં કોર્ટ પરિસરમાંથી સાપને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સાપ કરડાવીને પત્નીની હત્યા કરવા બદલ કોર્ટે પતિને દોષિત ઠેરવ્યો ભાષા પર ઑક્ટોબરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, કોલ્લમની અદાલતે એક પુરુષને સાપ કરડાવીને તેની પત્નીની હત્યા કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો. કેરળના પોલીસ વડાએ તેને સૌથી દુર્લભ કેસ તરીકે વર્ણવ્યો હતો જ્યાં સંજોગોવશાત્ પુરાવાના આધારે આરોપીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
કોલ્લમની છઠ્ઠી એડિશનલ સેશન કોર્ટે ગયા વર્ષે મે મહિનામાં સૂરજને તેની 23 વર્ષની પત્ની ઉથરાની ઊંઘમાં કોબ્રા દ્વારા કરડાવીને હત્યા કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે કહ્યું કે તેની સજા બુધવારે જાહેર કરવામાં આવશે.
કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા રાજ્યના પોલીસ વડા અનિલ કાંતે જણાવ્યું હતું કે તે દુર્લભ કેસોમાંનો એક છે જેમાં સંજોગોવશાત્ પુરાવાના આધારે આરોપીને દોષી ઠેરવવામાં આવ્યો છે. આ કેસની તપાસ કરનાર પોલીસ ટીમની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે આ હત્યા કેસની તપાસ કેવી રીતે વૈજ્ઞાનિક અને વ્યવસાયિક રીતે કરવામાં આવી હતી તેનું તે એક ઝળહળતું ઉદાહરણ છે.
તેમણે તિરુવનંતપુરમમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે મામલો મુશ્કેલ હતો. તેમણે કહ્યું કે તપાસ ટીમને કેસને ઉકેલવા માટે ફોરેન્સિક મેડિસિન, ફાઈબર ડાટા, પ્રાણીના ડીએનએ અને અન્ય સબુતોનું વિશ્લેષણ કરવામાં ખુબ જ મહેનત લાગી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર