5 મહિનાના પ્રતિબંધ પછી કાશ્મીરમાં શરુ થશે SMS સેવા, આ સ્થળોએ ઇન્ટરનેટ ચાલશે

5 મહિનાના પ્રતિબંધ પછી કાશ્મીરમાં શરુ થશે SMS સેવા, આ સ્થળોએ ઇન્ટરનેટ ચાલશે

આ જાણકારી જમ્મુ કાશ્મીરના અધિકારિક પ્રવક્તા રોહિત કંસલ સાથે વાતચીતના આધારે સમાચાર એજન્સી PTI એ આપી

 • Share this:
  નવી દિલ્હી : નવા વર્ષની (New Year) શરુઆત સાથે જ કાશ્મીર (Kashmir)ની બધી સરકારી હોસ્પિટલમાં ઇન્ટરનેટ સેવાઓની શરુઆત કરી દેવામાં આવશે. સાથે બધા પ્રકારની મોબાઈલ SMS સેવા પણ શરુ કરી દેવામાં આવશે. આ સેવા 31 ડિસેમ્બરની અડધી રાતથી ચાલુ થવાની જાણકારી જમ્મુ કાશ્મીરના અધિકારિક પ્રવક્તા રોહિત કંસલ (Rohit Kansal) સાથે વાતચીતના આધારે સમાચાર એજન્સી PTI એ આપી છે.

  10 ડિસેમ્બરે કેટલાક મોબાઈલ ફોનમાં શરુ કરી દીધી હતી SMS સેવાઓ
  10 ડિસેમ્બરે કેટલાક મોબાઈલ ફોનમાં SMS સેવાઓ શરુ કરી દેવામાં આવી હતી. આ સુવિધા સ્ટુડન્ટ્સ, સ્કોલરશિપ માટે અપ્લાઇ કરનાર સ્ટુડન્ટ્સ, વેપારીઓ અને અન્ય લોકો માટે શરુ કરવામાં આવી હતી. કંસલે કહ્યું હતું કે હવે 31 ડિસેમ્બરની અડધી રાતથી આખા કાશ્મીરમાં સેવા ચાલું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇન્ટરનેટ સેવાઓને કાશ્મીરમાં 5 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ મંત્રીના આર્ટિકલ 370 હટાવવાની જાહેરાત પહેલા બંધ કરી દેવામાં આવી હતી. આ જાહેરાત પછી જમ્મુ કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દેવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો - નવા વર્ષની ભેટ: 5 વર્ષમાં 102 લાખ કરોડના ઇન્ફા પ્રોજેક્ટ્સ પુરા કરશે સરકાર

  ગત સપ્તાહે મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓને લદ્દાખના કારગિલ જિલ્લામાં શરુ કરી દેવામાં આવી હતી. કારગિલમાં આ સેવાઓ સંવિધાનના આર્ટિકલ 370ને ખતમ કર્યા પછી 145 દિવસોના પ્રતિબંધ પછી શરુ કરવામાં આવી હતી. જોકે સૌથી પહેલા લેન્ડલાઇન ફોન સેવાઓને ધીરે-ધીરે શરુ કરવામાં આવી હતી. આ પછી પોસ્ટ પેઇડ સેવાઓને ચાલુ કરવામાં આવી હતી. જોકે પ્રી-પેઇડ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ ઘાટીમાં શરુ કરવાની હજુ બાકી છે.
  Published by:Ashish Goyal
  First published: