Home /News /national-international /

સ્મૃ‍તિ ઈરાનીએ ટ્વિટર પર ઉડાવી રાહુલ ગાંધીની મજાક, કોંગ્રેસે આપ્યો આ જવાબ

સ્મૃ‍તિ ઈરાનીએ ટ્વિટર પર ઉડાવી રાહુલ ગાંધીની મજાક, કોંગ્રેસે આપ્યો આ જવાબ

સ્મૃતિ ઈરાની (PTI)

રાહુલ પર નિશાન સાધતાં સ્મૃતિ ઈરાનીએ લખ્યું કે, #BhaagRahulBhaag, સિંહાસન ખાલી કરો

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શનિવારે ટ્વિટર પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ કટાક્ષ કર્યો. સ્મૃતિ ઈરાની મુજબ, અમેઠીના લોકોએ રાહુલ ગાંધીની બહાર કરી દીધા છે તેથી હવે એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે જેથી એવું લાગે કે બીજા રાજ્યોના લોકો તેમને ચાહે છે. ઈરાનીના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અને બીજેપી સમર્થક આમને-સામને આવી ગયા.

    મૂળે, લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને અમેઠી ઉપરાંત અનેક બીજા રાજ્યોથી ચૂંટણી લડવાની ઓફર મળી રહી છે. સ્મૃતિ ઈરાનીએ તેને લઈને ટ્વિટ કર્યું હતું. સ્મૃતિએ લખ્યું કે, અમેઠીએ ભગાડ્યા, અલગ-અલગ સ્થળે બોલાવવાનો સ્વાંગ કર્યો, કારણ કે જનતો નકાર્યા. #BhaagRahulBhaag સિંહાસન ખાલી કરો રાહુલજી કે જનતા આવે છે.

    આ પણ વાંચો, કોંગ્રેસ છોડવાના મૂડમાં અશોક ચવ્હાણ? ઓડિયો ક્લિપ વાયરલ

    આ દરમિયાન, કોંગ્રેસે પણ સ્મૃતિ પર વળતો હુમલો કર્યો. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું કે, ચાંદની ચોકે હરાવ્યા, એમઠીએ હરાવીને ભગાડ્યા, જેને વારંવાર જનતાએ નકાર્યા, દરેક વખતે રાજ્યસભાથી સંસદનો રસ્તો મેળવ્યો, હવે અમેઠીએ હારની હેટ્રિકનો માહોલ બનાવ્યો. સુરજેવાલાએ સ્મૃતિની જેમ #BhaagSmritiBhaag પણ લખ્યું.

    આ પણ વાંચો, લોકસભા ચૂંટણી 2019: શું કર્ણાટકમાં JDS સાથે હાથ મીલાવીને કોંગ્રેસ ખોદી પોતાની કબર ?

    ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીને કર્ણાટક, તમિલનાડુ અને કેરળથી લોકસભા ચૂંટણી લડવાની ઓફર મળી છે. સુરજેવાલાએ ટ્વિટર દ્વારા જણાવ્યું કે, કોંગ્રેસ આ આશીર્વાદ અને સ્નેહ માટે આભારી છે. પાર્ટી તેમની ભાવનાઓને ખરા દિલથી સન્માન કરે છે. સાથોસાથ તેઓએ કહ્યું કે પાર્ટી આ બાબતે વહેલી તકે નિર્ણય લેશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok sabha election 2019, Smriti Irani, અમેઠી`, કોંગ્રેસ, ભાજપ, રાહુલ ગાંધી

    આગામી સમાચાર