Home /News /national-international /ચૂંટણી આવે ત્યાં આમના પાખંડ શરુ થઈ જાય, 18 વર્ષથી સાંસદ છે હવે દેશને જાણવા નિકળ્યા છે: સ્મૃતિ ઈરાની

ચૂંટણી આવે ત્યાં આમના પાખંડ શરુ થઈ જાય, 18 વર્ષથી સાંસદ છે હવે દેશને જાણવા નિકળ્યા છે: સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, રાહુલ ગાંધી 18 વર્ષથી સાંસદ છે.

    નવી દિલ્હી: કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, રાહુલ ગાંધી 18 વર્ષથી સાંસદ છે. હવે તેઓ દેશને સમજવા માગે છે અને દાવો કરી રહ્યા છે કે, તેઓ ભારત જોડવા માગે છે. તેમણે કહ્યું કે, ચૂંટણી આવતા જ રાહુલ ગાંધીનો પાખંડ શરુ થઈ જાય છે. આપને જણાવી દઈએ કે, ઈરાની એક ટીવી ચેનલ (ઈંડિયા ટીવી) સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે આ વાત કહી હતી.



    ભારત જોડો યાત્રા અંતર્ગત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ મંદિર ગયા તેના પર ટાર્ગેટ કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ લોકો ચૂંટણીની મૌસમમાં આવી રીતે પાખંડ કરવાના ટેવાયેલા છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, રાહુલ ગાંધી પૂજા કે આરતી કરે તેનાથી મને કોઈ વાંધો નથી. કોટ પર જનોઈ પહેરવાથી કોઈ મોટો ધાર્મિક નથી બનતો. ચૂંટણી આવતા જ પાખંડ શરુ થઈ જાય છે.



    આપને જણાવી દઈએ કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે સાંજે ધાર્મિક રંગમાં રંગાયા હતા. રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના ઓમ્કારેશ્વરના બ્રહ્મપુરી ઘાટ પર હાથમાં દીવો લઈને નર્મદા નદીની સંધ્યા આરતી કરી હતી. ત્યર બાદ તેમણે ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. સફેદ કુર્તો અને પાયજામો પહેરીને રાહુલ ગાંધીએ બ્રહ્મપુરી ઘાટ પર પૂજા દરમિયાન પુરોહિતોએ પવિત્ર પીળું વસ્ત્ર ઓઢાડ્યું અને લાલ પાઘડી પહેરાવી હતી. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ સાથે હતાં.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Rahul gandhi latest news, Smriti Irani

    विज्ञापन
    विज्ञापन