કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા ભાજપના નેતાઓમાંથી એક છે. અને તે તેમના સોશિયલ મીડિયા પર ફની મેમ્સ પણ શેર કરતા ખચકતા નથી. જો કે આ કારણે સ્મૃતિ ઇરાની ટ્રોલ પણ થાય છે. હાલમાં પણ તેમની એક આવી જ ઇંસ્ટાગ્રામ પોસ્ટના કારણે લોકોએ તેમની રમૂજ ઉડાવી છે. સ્મૃતિ ઇરાનીએ અજય દેવગણ અને તબ્બૂની એક ફિલ્મના ગીતનું ફની મીમ શેર કર્યું. જેમાં તેમણે લખ્યું કે તે વીકએન્ડ રાહ જોઇ રહી છે. અને આખરે તે દિવસ આવી જ ગયો.
ઉલ્લેખનીય છે કે આ વીડિયો અજય દેવગણની સુપરહિટ ફિલ્મ વિજયપથનો છે. જેમાં ફેમસ ગીત "આઇએ આપકા ઇન્તઝાર હૈ" ગીત વાગી રહ્યું છે. અને અજય દેવગણને વીકએન્ડની રીતે રજૂ કરવામાં આવ્યો છે અને તબ્બુને વીકએન્ડની રાહ જોતી બતાવવામાં આવી છે.
A post shared by Smriti Irani (@smritiiraniofficial) on
આ ટ્વિટ પછી કેટલાક યુઝર્સે સ્મૃતિની સેન્સ ઓફ હ્યુમરના વખાણ કર્યા તો કેટલાક લોકો તેમ પણ કહ્યું કે તમારે નેતાઓને ક્યાં વીકએન્ડની રાહ જોવાની જરૂર છે. એક વ્યક્તિએ કહ્યું કે તમે પણ મેમ્સ શેર કરવા લાગ્યા તો બીજા લખ્યું અહીં ઇકોનોમિની વાટ લાગી છે અને તમે વીકએન્ડની વાત કરો છો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સ્મૃતિ ઇરાનીએ પોતાના જ વધુ વજન પર ટિપ્પણી કરતો એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેમના બે અલગ અલગ સમયગાળાના ફોટો મૂકવામાં આવ્યા હતા. અને નીચે કેપ્શનમાં સ્મૃતિએ લખ્યું હતું કે ક્યા સે ક્યાં હો ગયા. જે બાદ પણ અનેક યુઝર્સે તે પર જાત જાતની ટિપ્પણી કરી હતી.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર