Home /News /national-international /કોંગ્રેસની ભારત જોડો યાત્રાને ઈરાનીએ આપ્યું નવું નામ, ભારત જોડો નહીં 'કોંગ્રેસ શોધો' યાત્રા ગણાવી

કોંગ્રેસની ભારત જોડો યાત્રાને ઈરાનીએ આપ્યું નવું નામ, ભારત જોડો નહીં 'કોંગ્રેસ શોધો' યાત્રા ગણાવી

smriti irani

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે.

  સિદ્ધપુર: ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. સિદ્ધપુરમાં પોતાના રોડ શો દરમિયાન એક ટીવી ચેનલ સાથે વાત કરતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અને ભારત જોડો યાત્રા તથા રાહુલ ગાંધ પર ટાર્ગેટ કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસની ભારત જોડો યાત્રાને એક નવું નામ આપ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ભારત તૂટ્યું જ નથી, તો જોડવાની વાત ક્યાંથી આવી, ભારત જોડો યાત્રા હકીકતમાં કોંગ્રેસ શોધો યાત્રા છે.

  આ પણ વાંચો:  ભારત જોડો યાત્રા: રાહુલ ગાંધી સાથે ચાલવા જતાં દિગ્વિજય સિંહ ઠેબે ચડ્યા, વાંક રસ્તાનો કાઢ્યો

  સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, કોંગ્રેસ શોધો યાત્રાને તેમણે 8 ડિસેમ્બર બાદ ગુજરાત અને હિમાચલ પ્રદેશ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ શરુ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, આપે જોયું હશે કે, ચૂંટણીમાં ગાંધી પરિવાર ગાયબ હતો.


  આ અગાઉ પણ સ્મૃતિ ઈરાની કોંગ્રેસની ભારત જોડો યાત્રાની મજાક બનાવી ચુક્યા છે. રાહુલની મજાક ઉડાવતા ઈરાનીએ કહ્યું હતું કે, કોંગ્રેસ નેતા ભરત સોલંકી રાહુલ ગાંધીનું ભાષણ સહન કરી શક્યા નહીં એટલા માટે તેમને અનુવાદ બંધ કરી દીધું અને માઈક છોડી દીધું હતું. તે સમયે પણ ઈરાનીએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને પાખંડ કહ્યું હતું.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Smriti Irani

  विज्ञापन
  विज्ञापन