સ્મૃતિ ઇરાનીએ કહ્યું "મને આ વ્યક્તિની ઇર્ષા આવે છે!"

News18 Gujarati
Updated: October 14, 2019, 6:05 PM IST
સ્મૃતિ ઇરાનીએ કહ્યું
સ્મૃતિ ઇરાની

  • Share this:
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ હાલમાં જ એક રહસ્ય ખોલ્યું છે. જે ભારતના સૌથી મોટા ફિટનેસ, યોગ અને સ્વાસ્થય ગુરુ મિકી મહેતાની મિત્ર છે. સ્મૃતિ ઇરાની તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ છે. અને હાલ જ તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની વ્યક્તિગત જીવનને લઇને એક વાત કહી છે.
રવિવારે તેમણે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં પોસ્ટ કરી મીકિ મહેતાને બ્રો એટલે કે ભાઇ કહીને સંબોધિત કર્યો.

સાથે જ તેમણે મિકી મહેતાની તસવીર શેર કરી છે જેમાં તે ગુલાબજાંબુ ખાય છે. જેમાં સ્મૃતિએ લખ્યું હતું કે મને તે વાત બિલકુલ પસંદ નથી કે તે ગુલાબ જાંબુન ખાય છે અને તેમ છતાં તેને સિક્સ પેક છે. તે પછી તેમણે ફરી પોસ્ટમાં લખ્યું કે અનેક લોકોને ખબર નહીં હોય કે ફિટનેસ ગુરુ મિકી મહેતા મારા ભાઇ છે, ક્યાં તે અને ક્યાં હું!


જો કે સામે મિકી મહેતાએ પણ આ વાતનો જવાબ આપતા કહ્યું કે હું તારી મેટલ ફિટનેસને મને પછાડે છે. પણ હું વચન આપું છું કે આપણે ચાલવા સાથે જઇશું.
ઉલ્લેખનીય છે કે ટીવી પ્રેજેન્ટર અને યોગ તથા સ્વાસ્થયના વિશેષજ્ઞ મિકી અને સ્મૃતિ ઇરાનીની આ સેટોરી હાલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. મિકી મહેતાની પત્ની અને સ્મૃતિ ઈરાની સંબંધી છે. અને મીડિયા રિપોર્ટ મુજબ તે આ વર્ષે કુંભના સ્થાનમાં પણ સાથે ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સ્મૃતિ ઇરાની તેના વધુ વજનને લઇને સોશિયલ મીડિયામાં અલગ અલગ રીતની ટિપ્પણી કરી ચૂકી છે.
First published: October 14, 2019, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading