સ્મૃતિ ઈરાનીનો આરોપ - કોંગ્રેસે અમિત શાહને ફસાવવા માટે CBIનો દુરુપયોગ કર્યો

સ્મૃતિ ઈરાની (ફાઈલ ફોટો)

200થી વધારે સાક્ષીઓની ગવાહી બાદ સ્પષ્ટ થાય છે કે, આ પૂરો મામલો માત્ર એક રાજનેતાને ફંસાવવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો.

 • Share this:
  બીજેપીએ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલામાં કોર્ટના નિર્ણય બાદ હવે કોંગ્રેસ પર હુમલો શરૂ કરી દીધો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સ કરી આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસે અમિત શાહને ફસાવવા માટે રાજનૈતિક ષડયંત્ર રચ્યુ. કોંગ્રેસે સીબીઆઈનો દુરુપયોગ કરી શાહને ફસાવ્યો. તેમણે કહ્યું કે, કોર્ટનો જે નિર્ણય આવ્યો છે, તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, અમિત શાહ વિરુદ્ધ કોઈ સબુત નથી.

  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, કોંગ્રેસે એમિત શાહને ફસાવવા માટે સીબીઆઈનો દુરુપયોગ કર્યો હતો, પરંતુ હવે નિષ્ફળ ગઈ છે.

  સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, કોંગ્રેસે 2010માં અમિત શાહને ફંસાવવા માટે સીબીઆઈનો દુરુપયોગ કર્યો. કોંગ્રેસ શાસનકાળ (યૂપીએ)માં ગુજરાતના ગૃહમંત્રી અને વર્તમાન બીજેપી અધ્યક્ષ અમિત શાહને ખોટી રીતે હેરાન કરવાનું કામ કરવામાં આવ્યું. વર્ષ 2010માં કોંગ્રેસ શાસનકાળમાં સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. તે દિવસે જ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

  સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, કોર્ટના નિર્ણયમાં લખવામાં આવ્યું છે કે, 200થી વધારે સાક્ષીઓની ગવાહી બાદ સ્પષ્ટ થાય છે કે, આ પૂરો મામલો માત્ર એક રાજનેતાને ફંસાવવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, જ્યારે અમિત શાહને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા તો, સોનિયા ગાંધીની 'કિચન કેબિનેટ'નો એક મેમ્બર કોર્ટ જાય છે અને કોર્ટના નિર્ણયને ચેલેન્જ કરે છે, પરંતુ એકવાર ફરી અમિત શાહ નિર્દોષ સાબિત થઈ ગયા છે.
  Published by:kiran mehta
  First published: