રાષ્ટ્રપતિ ભવનમાં નેતાજીની પેઇન્ટિંગ પર સવાલ ઉઠાવનારા સામે સ્મૃતિ ઈરાનીના આકરા વાર

રાષ્ટ્રપતિ ભવનમાં નેતાજીની પેઇન્ટિંગ પર સવાલ ઉઠાવનારા સામે સ્મૃતિ ઈરાનીના આકરા વાર
રાષ્ટ્રપતિ કાર્યાલયને ટ્રોલ કરનારા લોકો નેતાજી, રાષ્ટ્રીય ચિન્હ અને આપણા વારસાને ધરાશાયી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે- સ્મૃતિ ઈરાની

રાષ્ટ્રપતિ કાર્યાલયને ટ્રોલ કરનારા લોકો નેતાજી, રાષ્ટ્રીય ચિન્હ અને આપણા વારસાને ધરાશાયી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે- સ્મૃતિ ઈરાની

  • Share this:
    નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind) દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ (Subhas Chandra Bose)ની 125મી જયંતીના અવસરે રાષ્ટ્રપતિ ભવનમાં અનાવૃત પેઇન્ટિંગને લઈને સોશિયલ મીડિયા (Social Media) ઉપર કરવામાં આવી રહેલી ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ ટ્વીટ કરીને નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ વિકૃત પારિસ્થિતિક તંત્રની હતાશા છે કે કેટલાક લોકોને રાષ્ટ્રપતિ કાર્યાલયને ટ્રોલ કર્યું છે. આ લોકો નેતાજી, રાષ્ટ્રીય ચિન્હ અને આપણા વારસાને ધરાશાયી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, એક પ્રતિષ્ઠિત પદ્મ એવોર્ડીએ નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ પરાક્રમ દિવસ પર રાષ્ટ્રપતિ દ્વારા અનાવરણ કરવામાં આવેલું એક ઉલ્લેખનીય ચિત્ર હતું. શું આપણે આવી વ્યક્તિગત હરકતોથી ઉપર ઉઠી શકીએ છીએ, જે આપણા રાષ્ટ્રીય નાયકોના વારસાને ધ્વસ્ત કરે છે? મૂળે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતીના અવસરે રાષ્ટ્રપતિ ભવનમાં એક પેઇન્ટિંગનું અનાવરણ કર્યું. આ પેઇન્ટિંગને રાષ્ટ્રપતિના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રપતિ કોવિંદ નેતાજીના બે પોટ્રેટનું અનાવરણ કરતાં જોવા મળી રહ્યા છે.






    રાષ્ટ્રપતિ કોવિંદના ઓફિશિયલ હેન્ડલથી તસવીરને ટ્વીટ કર્યા બાદ બંગાળી ફિલ્મ કલાકાર પ્રસેનજીત ચેટર્જી (Prosenjit Chatterjee)એ ટ્વીટ કરીને કહ્યું કે, હું પરેશ મૈતીને શુભેચ્છાઓ પાઠવવા માંગું છું, જેઓએ આપણા રાષ્ટ્ર નાયક નેતાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં એક શાનદાર કલાકૃતિ બનાવી. એક કલાકાર તરીકે હું પ્રફુલ્લિત અનુભવી રહ્યો છું કે લોકોએ આ કલાકૃતિમાં ફિલ્મ ગુમનામીમાં મેં નિભાવેલા ચરિત્રની છાયા જોઈ.

    આ પણ વાંચો, Republic Day 2021: દેશની આઝાદી માટે આ 7 મહિલાઓએ છોડ્યું હતું ઘર, સમાજ માટે બની પ્રેરણારૂપ


    આ પણ વાંચો, Kumbh Mela 2021: કુંભમાં આવનારા શ્રદ્ધાળુઓને લાવવો પડશે કોરોના નેગેટિવ રિપોર્ટ, કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન

    જોકે, આ તસવીર પર સોશિયલ મીડિયામાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી. કેટલાક લોકોએ કૃતિમાં પ્રખ્યાત બંગાળી ફિલ્મ કલાકાર પ્રસેનજીત ચટર્જી (Prosenjit Chatterjee)ની છાંટ જોઈ તો કેટલાકે તેને નેતાજીનો ફોટો કહ્યો. તેની પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને લોકોની આકરી ટીકા કરી છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 26, 2021, 08:39 am

    ટૉપ ન્યૂઝ