Home /News /national-international /Smriti Irani : સ્મૃતિ ઈરાનીએ બાર મામલે કોંગ્રેસના બે નેતાઓને નોટિસ ફટકારી, કહ્યું - 'માંફી માંગે નહીં તો...'
Smriti Irani : સ્મૃતિ ઈરાનીએ બાર મામલે કોંગ્રેસના બે નેતાઓને નોટિસ ફટકારી, કહ્યું - 'માંફી માંગે નહીં તો...'
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાની (Smriti Irani) દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ (Jairam Ramesh)અને પવન ખેડા (Pawan Khera) મંત્રીની યુવાન પુત્રી જોઈશ ઈરાની (Zoish Irani) પર આરોપ લગાવ્યો છે, જે યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Union minister Smriti Irani) એ રવિવારે કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ (Jairam Ramesh)અને પવન ખેડા (Pawan Khera) ને કાનૂની નોટિસ મોકલી, અને કહ્યું - તેમના અને તેમની પુત્રી પર લગાવવામાં આવેલા "પાયાવિહોણા અને ખોટા" આરોપો માટે માફી માંગે. કોંગ્રેસના નેતાઓ દ્વારા આરોપો લગાવ્યાના એક દિવસ બાદ સ્મૃતિ ઈરાનીએ આ પગલું ભર્યું છે. જયરામ રમેશ અને પવન ખેડાએ ઈરાનીની 18 વર્ષની પુત્રી જોઈશ ઈરાની (Zoish Irani) પર ગોવામાં ગેરકાયદેસર રીતે બાર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. આટલું જ નહીં, મંત્રી પર નિશાન સાધતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને તેમને કેબિનેટમાંથી હટાવવાની પણ માંગ કરી હતી.
કાનૂની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જો કોંગ્રેસ નેતા બિનશરતી અને સ્પષ્ટ રીતે માફી નહીં માંગે અને તેમના આરોપો પાછા નહીં ખેંચે તો, ઈરાની તેમની સામે સિવિલ અને ફોજદારી કાર્યવાહી શરૂ કરશે. ઈરાની દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસના નેતાઓએ મંત્રીની યુવાન પુત્રી પર હુમલો કર્યો છે, જે યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જોઈશ ઈરાનીએ ક્યારેય કોઈ બાર કે કોઈ બિઝનેસ એન્ટરપ્રાઈઝને 'ચાલવા' માટે કોઈ લાયસન્સ માટે અરજી કરી નથી. તે જણાવે છે કે કોંગ્રેસના નેતાઓના આક્ષેપ મુજબ ગોવામાં આબકારી વિભાગ દ્વારા તેમને કોઈ કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આ આરોપો માત્ર અમારા ક્લાયન્ટ અને તેમની પુત્રીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે, પરંતુ તેની ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ પણ છે."
કોંગ્રેસે શનિવારે ઈરાનીની પુત્રી પર ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવવાનો આરોપ લગાવીને તેમની હકાલપટ્ટીની માંગ કરી હતી. તો, ઈરાનીએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, નેશનલ હેરાલ્ડ કેસમાં તેમના સ્પષ્ટ વલણને કારણે, તેમની પુત્રી પર ગાંધી પરિવારના કહેવા પર 'દુર્ભાવનાપૂર્ણ' આરોપ મૂકવામાં આવ્યો છે. યુથ કોંગ્રેસના કાર્યકરોએ રવિવારે ગોવામાં એક રેસ્ટોરન્ટની બહાર પ્રદર્શન કર્યું જે કોંગ્રેસનો દાવો છે કે તે સ્મૃતિ ઈરાનીની પુત્રીનો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર