Lal Salam: અભિનેત્રી, નેતા અને હવે ‘લેખિકા’ બન્યા સ્મૃતિ ઈરાની, ટૂંક સમયમાં પહેલું પુસ્તક રજૂ થશે

સ્મૃતિ ઈરાનીનું પહેલું પુસ્તક ટૂંક સમયમાં પ્રકાશિત થવાનું છે. (file pic)

Lal Salam by Smriti Irani: લેખિકા તરીકે સ્મૃતિ ઈરાનીનું પહેલું પુસ્તક (Smriti Irani first book) ટૂંક સમયમાં પ્રકાશિત થવાનું છે. ઈરાનીના આ પહેલાં પુસ્તકનું નામ છે ‘લાલ સલામ’ (Lal Salam). ઉલ્લેખનીય છે કે, લાલ સલામ નામ જ દરેક દેશવાસીના કાન સરવા કરી દેશે.

  • Share this:
    નવી દિલ્હી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે આર-પાર હોય કે પછી સંસદમાં આક્રમક વલણ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Zubin Irani) હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. એક અભિનેત્રી, પછી રાજકીય નેતા અને કેન્દ્રીય મંત્રી બનેલા સ્મૃતિ ઈરાનીની હવે નવી બાજુ સામે આવી છે. આ છે લેખકના રૂપમાં તેમનો નવો અવતાર. લેખિકા તરીકે સ્મૃતિ ઈરાનીનું પહેલું પુસ્તક (Smriti Irani first book) ટૂંક સમયમાં પ્રકાશિત થવાનું છે. પ્રકાશક આ વિશે વધુ વાત કરવા તૈયાર નથી, પણ તેમને વિશ્વાસ છે કે તેમની આ પહેલી બુક બ્લોકબસ્ટર સાબિત થશે.

    સ્મૃતિ ઈરાનીના આ પહેલાં પુસ્તકનું નામ છે ‘લાલ સલામ’ (Lal Salam). ઉલ્લેખનીય છે કે, લાલ સલામ નામ જ દરેક દેશવાસીના કાન સરવા કરી દેશે. તે એ વિચારવા પર મજબૂર કરશે કે આખરે લાલ સલામ અને સ્મૃતિ ઈરાનીની આ વાર્તામાં શું કનેક્શન છે? એ સસ્પેન્સ છે કે સ્મૃતિએ આ લાલ રંગને પોતાના વિષય તરીકે કેમ પસંદ કર્યો? અમે તમને જણાવીએ છીએ કે આ કનેક્શન તો સાચું છે. કહાની તો લાલ સલામ પર જ છે, પણ આ ફિક્શન નથી.

    જોકે, પુસ્તકના પ્રકાશક ખુલાસો તો નથી કરી રહ્યા, પણ એટલું જરૂર જણાવે છે કે લેખિકાનું આ બુક પાછળ વર્ષોનું રિસર્ચ છે. સૂત્રો મુજબ સ્મૃતિ ઈરાનીએ સત્ય ઘટના પર આ પુસ્તક લખ્યું છે અને તેમને આ પુસ્તક પૂરું કરવામાં 10 વર્ષ લાગ્યા છે. કઈ સત્ય ઘટના પર આ પુસ્તક આધારિત છે અને પુસ્તક લખવાની પ્રેરણા કોણે આપી? એ અંગે સ્મૃતિ ઈરાની ટૂંક સમયમાં ખુલાસો કરશે.



    આ પણ વાંચો: Indigo ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી કરાડે મુસાફરનો જીવ બચાવ્યો, પીએમ મોદીએ કહ્યું- ‘Great Gesture’

    સૂત્રો મુજબ સ્મૃતિ ઈરાનીના આ પુસ્તક પર ફિલ્મ બનાવવા માટે રાઈટ્સ પણ ખરીદી લેવામાં આવ્યા છે. એટલે જ સ્મૃતિ ઈરાનીના આ પુસ્તકે ઉત્સુકતા વધારી છે.

    છેલ્લે પ્રિયંકા ગાંધીના નારા પર કટાક્ષ કરીને ચર્ચામાં રહ્યા હતા

    પાછલા દિવસોમાં સ્મૃતિ ઈરાની કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)ના નારા ‘લડકી હૂં, લડ સક્તી હૂં’ પરના કટાક્ષને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ‘ઘર પર લડકા હૈ, પર લડ નહીં સક્તા’ (ઘરે છોકરો છે, પણ લડી નથી શક્તો). પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 40 ટકા બેઠકો પર મહિલા ઉમેદવારોને ઊભા રાખવાની જાહેરાત કરતી વખતે ‘લડકી હૂં, લડ સક્તી હૂં’નું સૂત્ર આપ્યું હતું. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીએ મહિલા ઉમેદવારોને 40 ટકા ટિકિટ આપવાના પ્રિયંકા ગાંધીના પ્રસ્તાવ પર વળતો પ્રહાર કરતા કહ્યું, ‘તેનો અર્થ એ થયો કે તેઓ એવું કહી રહ્યા છે કે તેઓ મહિલાઓને 60 ટકા ટિકિટ આપવા માગતા નથી.’
    Published by:Nirali Dave
    First published: