Home /News /national-international /સ્મૃતિ ઈરાનીએ શંખ ફુંક્યો: રાજસ્થાનના આલિશાન કિલ્લામાં દીકરીના કર્યા લગ્ન, તસવીર આવી સામે
સ્મૃતિ ઈરાનીએ શંખ ફુંક્યો: રાજસ્થાનના આલિશાન કિલ્લામાં દીકરીના કર્યા લગ્ન, તસવીર આવી સામે
સ્મૃતિ ઈરાનીની દીકરીના લગ્ન સંપન્ન થયાં
આ કપલે 2021માં સગાઈ કરી હતી. જેની ઝલક સ્મૃતિ ઈરાનીએ ઈંસ્ટાગ્રામ પર શેર કરી હતી. આપને જણાવી દઈએ કે, સ્મૃતિ ઈરાનીની દીકરી શૈનેલ એક વકીલ છે. જોર્જ ટાઉન યૂનિવર્સિટી લો સેન્ટર વોશિંગ્ટન ડીસીની સ્ટૂડન્ટ રહી છે.
નાગૌર: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની દીકરી શેનેલ ઈરાની ગુરુવારે પોતાના મંગેતર અર્જૂન ભલ્લા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણીના લગ્ન બાદ રાજસ્થાનમાં વધુ એક હાઈપ્રોફાઈલ લગ્ન સંપન્ન થયા છે. શૈનેલ અને અર્જૂનના લગ્ન શાનદાર ખિમસર કિલ્લામાં થયા હતા. લગ્નનો ઉત્સવ 7 ફેબ્રુઆરીએ ત્રણ દિવસ સુધી ચાલનારા હલ્દી, મહેંદી અને સંગીત સેરેમનીની સાથે શરુ થયો હતો.
આ કપલે 2021માં સગાઈ કરી હતી. જેની ઝલક સ્મૃતિ ઈરાનીએ ઈંસ્ટાગ્રામ પર શેર કરી હતી. આપને જણાવી દઈએ કે, સ્મૃતિ ઈરાનીની દીકરી શૈનેલ એક વકીલ છે. જોર્જ ટાઉન યૂનિવર્સિટી લો સેન્ટર વોશિંગ્ટન ડીસીની સ્ટૂડન્ટ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેમાનોની યાદી કિલ્લા મેનેજમેન્ટ પાસે આવી હતી. લગ્ન સમારંભમાં ફક્ત 50 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તમામ પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના લોકો હાજર રહ્યા હતા.
સેરેમની બુધવારે મહેંદી અને હલ્દી લગાવાની રસમો સાથે શરુ થઈ હતી અને રાતના સમયે ભોજનની સાથે સંગીત અને ડાંસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર