Monsoon Updates: ભારતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ વરસાદ (Monsoon Rain) થવાની ધારણા છે. ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટે (Skymate)મંગળવારે જણાવ્યું હતું કે, એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતમાં વધુ સારી ખેતી અને આર્થિક વૃદ્ધિની સંભાવના વધી રહી છે. સ્કાયમેટે વધુ જણાવ્યું હતું કે, ચોમાસાનો (Monsoon Updates)વરસાદ લાંબા ગાળાની સરેરાશના 98 ટકા રહેવાની ધારણા છે. ભારતમાં સરેરાશ વરસાદની (Monsoon news)65 ટકા શક્યતા છે.
સ્કાયમેટ (skymet weather forecast)આશા રાખી રહ્યું છે કે આગામી ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનાના લાંબા સમયગાળા સુધી ચાલશે. જે 880.6 મીમીની લાંબા ગાળાની સરેરાશના 98% (+/- 5% ના એરર માર્જિન સાથે) પર 'સામાન્ય' હશે.
21 ફેબ્રુઆરી, 2022ના રોજ બહાર પાડવામાં આવેલી તેની અગાઉની શરૂઆતી આગાહીમાં, સ્કાયમેટ (Skymate) એ આગામી ચોમાસું 'સામાન્ય' રહેવાનો અંદાજ મૂક્યો હતો અને હજુ પણ તેને જાળવી રાખ્યો છે, સામાન્ય વરસાદ LPA ના 96-104% પર ફેલાશે.
સ્કાયમેટના સીઈઓ યોગેશ પાટીલના જણાવ્યા અનુસાર, છેલ્લી 2 ચોમાસાની ઋતુઓ બેક-ટુ-બેક લા નીના ઈવેન્ટ્સ દ્વારા પ્રેરિત રહી છે. અગાઉ લા નીના શિયાળામાં ઝડપથી સંકોચવાનું શરૂ કર્યું હતું, પરંતુ ટ્રેડ વિન્ડ મજબૂત થવાને કારણે તેની વાપસી અટકી ગઈ છે.
યોગેશ પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આમ તો તે ચરમ પર પહોંચી ગયું છે, પરંતુ દક્ષિણપશ્ચિમ ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધી પેસિફિક મહાસાગરની લા નિના ઠંડક પ્રવર્તે તેવી શક્યતા છે. તેથી અલ નીનાની ઘટનાને નકારી શકાય છે, જે સામાન્ય રીતે મોનસૂનને ખરાબ અસર કરે છે. જો કે ચોમાસાના સ્પંદનશીલ વર્તનને કારણે અચાનક અને ભારે વરસાદ થવાની આશંકા છે, જે અસામાન્ય રીતે લાંબા દુષ્કાળની વચ્ચે થાય છે.
હિંદ મહાસાગરનો ડાઈપોલ ન્યૂટ્રલ છે, જોકે તે દહલીજ માર્જિનની નજીક નકારાત્મક ઝુકાવ ધરાવે છે. IOD તરફથી પ્રતિકાર સામે લડતી વખતે ખાસ કરીને સિઝનના બીજા ભાગમાં, ચોમાસાએ ENSO-ન્યૂટ્રલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે.
ક્યા રાજ્યમાં કેવું રહેશે ચોમાસુ?
ભૌગોલિક જોખમોના સંદર્ભમાં સ્કાયમેટ રાજસ્થાન અને ગુજરાત તેમજ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ઉત્તરપૂર્વીય પ્રદેશોમાં સમગ્ર સિઝન દરમિયાન વરસાદની ઉણપની સંભાવનાની અપેક્ષા રાખે છે.
" isDesktop="true" id="1198436" >
જુલાઈ અને ઓગસ્ટના મુખ્ય ચોમાસાના મહિનાઓમાં કેરળ રાજ્ય અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ઓછો વરસાદ જોવા મળશે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ, ઉત્તર ભારતના કૃષિ ક્ષેત્રો અને મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના વરસાદી વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. સિઝનનો પ્રથમ હિસ્સો પછીની તુલનાએ વધુ સારો રહેવાની અપેક્ષા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર