'આ મંગળ ગ્રહ નહીં ઇન્ડોનેશિયા છે', આ કારણે આકાશમાં લાલ ચાદર છવાઈ

News18 Gujarati
Updated: September 24, 2019, 11:01 AM IST
'આ મંગળ ગ્રહ નહીં ઇન્ડોનેશિયા છે', આ કારણે આકાશમાં લાલ ચાદર છવાઈ
ઇન્ડોનેશિયામાં ભરબપોરે લાલ રંગની ચાદર છવાયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

ઇન્ડોનેશિયામાં ભરબપોરે લાલ રંગની ચાદર છવાયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

  • Share this:
જકાર્તા : ઇન્ડોનેશિયા (Indonesia)ના જંગલોમાં લાગેલી આગે ભયાનક સ્વરૂપ લઈ લીધું છે. હાલત એવી છે કે આ સપ્તાહે ત્યાંનું આકાશ લોહીના જેવું લાલ રંગનું થઈ ગયું. ત્યાંના લોકો સોશિયલ મીડિયા પર અનેક તસવીરો અને વીડિયો પૉસ્ટ કરી રહ્યા છે. એવું લાગી રહ્યું છે જાણે સમગ્ર શહેર લાલ ચાદર (Red Blanket)માં લપેટાઈ ગયું હોય.

ટ્વિટર પર જે વીડિયો શૅર કરવામાં આવ્યો છે તેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો સુમાત્રા દ્વીપનો છે. આ વીડિયોમાં આકાશમાં ચારે તરફ લાલ રંગ છવાયેલો છે. પાછળથી પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે. આ દરમિયાન વીડિયો બનાવનારી વ્યક્તિ કહે છે કે, તમે વિશ્વાસ નહીં મૂકો પરંતુ અત્યારે અહીં બપોરનો સમય છે. હાલ સ્થાનિક સમય મુજબ બપોરના 12:50 વાગ્યા છે.
આ પણ વાંચો, યુવક સાબુ-શૅમ્પૂ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો, જેલ જવાની જીદ કરવા લાગ્યો

આકાશ કેમ થઈ ગયું લાલ?

અહીં આકાશ મંગળ ગ્રહની જેમ દેખાઈ રહ્યું છે. ઇન્ડોનેશિયાના અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ તેને માઇ સ્કેટરિંગ (Mie Scattering)નું નામ આપ્યું છે. તે મુજબ, આકાશ એટલા માટે ચારે તરફ લાલ દેખાઈ રહ્યું છે કારણ કે ચારે તરફ 0.7 માઇક્રોમિટરના કણ વિખેરાયેલા છે. જે આકાશમાં લાલ પ્રકારને આગળ-પાછળ વિખેરી દે છે.

જાણે સમગ્ર શહેર લાલ ચાદરમાં લપેટાઈ ગયું હોય


દર વર્ષે લાગે છે આગ

ઇન્ડોનેશિયાના જંગલોમાં આગ લાગવી સામાન્ય વાત છે. અહીં આગ લાગાની ઘટનાઓ દર વર્ષે જુલાઈથી ઓક્ટોબરની વચ્ચે વધી જાય છે. ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર મૅનેજમેન્ટ એજન્સી મુજબ, વર્ષના પહેલા 8 મહિનામાં લગભગ 328,724 હૅક્ટર જમીનને બાળવામાં આવી ચૂકી છે. વાંસની ખેતી માટે ખેડૂત અહીં જંગલોમાં આગ લગાડી દે છે.

આ પણ વાંચો, ખુદ પોલીસકર્મીએ આપી TIPS! કેવી રીતે 22,000નો મેમો માત્ર 400 રૂપિયામાં પતે

આ પણ વાંચો, નશામાં ધૂત વૉર્ડબૉય સ્વાસ્થ્ય મંત્રીને જોઈ પગે લાગ્યો, આશીર્વાદમાં મળ્યું સસ્પેન્શન
First published: September 24, 2019
વધુ વાંચો
अगली ख़बर