સુપ્રીમ કોર્ટે બદલ્યો બોમ્બે હાઇકોર્ટનો નિર્ણય, કહ્યું 'સ્કિન ટુ સ્કિન ટચ વગર પણ લાગૂ થશે POCSO એક્ટ'

પ્રતીકાત્મક તસવીર

એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને આ ચુકાદો રદ કરવા માટે અપીલ કરી હતી. મહિલા આયોગે પણ વિશેષ પિટિશન દાખલ કરીને બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

  • Share this:
    નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે બોમ્બે હાઈકોર્ટના (Bombay High Court) નિર્ણયને બદલીને મોટો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જાતીય સતામણી (Sexaul Assault) માટે ત્વચાથી ત્વચાનો સ્પર્શ હોવો જોઈએ. ગુરુવારે, સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા કહ્યું કે, POCSO એક્ટમાં સ્કીન ટુ સ્કીન સ્પર્શ જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, એવું ન કહી શકાય કે, જાતીય સતામણીના ઈરાદાથી બાળકના સંવેદનશીલ ભાગોને સ્પર્શ કરવો એ યૌન શોષણ નથી. જો આમ કહેવામાં આવે તો બાળકોને યૌન શોષણથી બચાવવા માટે બનાવવામાં આવેલા POCSO એક્ટની ગંભીરતા ખતમ થઈ જશે.

    'સ્કિન ટુ સ્કિન ટચ ના હોય તો ત્યાં સુધી તેને યૌન શોષણ માની શકાય નહીં'

    એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને આ ચુકાદો રદ કરવા માટે અપીલ કરી હતી. મહિલા આયોગે પણ વિશેષ પિટિશન દાખલ કરીને બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ પહેલા મુંબઈ હાઈકોર્ટે કહ્યુ હતુ કે, સગીર વયની બાળકીના આંતરિક અંગને જો કપડું હટાવ્યા વગર સ્પર્શ કરવામાં આવ્યુ હોય તો તે સેક્યુઅલ એસોલ્ટ ના કહી શકાય. જ્યાં સુધી સ્કિન ટુ સ્કિન ટચ ના હોય તો ત્યાં સુધી તેને યૌન શોષણ માની શકાય નહીં.માત્ર સ્પર્શ કરવો એ યૌન શૌષણની વ્યાખ્યામાં આવતુ નથી.

    શું હતો કેસ?

    આ મામલામાં 12 વર્ષની બાળકીના યૌન શોષણ માટે 39 વર્ષના વ્યક્તિને ત્રણ વર્ષની કેદની સજા થઈ હતી.જેની સામે આ વ્યક્તિએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે આ કિસ્સાને યૌન શોષણ ગણવાનો ઈનકાર કરી દીધો હતો. હાઈકોર્ટના આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ હતી. જેના પગલે 27 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રોકવાનું કહ્યુ હતુ.

    આ પણ વાંચો - Exclusive: ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર CBIની કાર્યવાહી, 50 ગ્રુપ, 5 હજાર અપરાધી અને લાખોની લેવડદેવડનો ખુલાસો

    'ફિઝિકલ ટચ કપડા વગર થવો જોઈએ તેવુ કાયદામાં લખાયુ નથી'

    એટોર્ની જનરલે કહ્યુ હતુ કે, હાઈકોર્ટના ચુકાદાથી ખોટું ઉદાહરણ રજૂ થઈ રહ્યુ છે. જ્યારે મહિલા આયોગે કહ્યુ હતુ કે, હાઈકોર્ટના ઉપરોક્ત ચુકાદાથી મહિલાઓના મૂળભૂત અધિકારો જોખમાશે.કારણકે પોક્સો એકટમાં કહેવાયુ છે કે, કોઈ પણ વ્યક્તિ સગીરાના શરીરના પ્રાઈવેટ પાર્ટ કે બ્રેસ્ટને ટચ કરે છે તો તેને સેક્સ્યુઅલ એસોલ્ટ ગણવામાં આવશે. ફિઝિકલ ટચ કપડા વગર થવો જોઈએ તેવુ કાયદામાં લખાયુ નથી પરંતુ હાઈકોર્ટે સેક્સ્યુઅલ એસોલ્ટની ખોટી વ્યાખ્યા કરી છે.

    આ પણ વાંચો - દેશવિદેશના તમામ મહત્ત્વના સમાચાર માટે અહીં કરો ક્લિક

    સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, "પક્ષ ત્રણ દિવસમાં તેમની લેખિત રજૂઆતો રજૂ કરવા માટે સ્વતંત્ર છે." ચુકાદો અનામત છે.'' મહારાષ્ટ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે, તે એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ દ્વારા આપવામાં આવેલા નિવેદનને અપનાવશે. વેણુગોપાલે અગાઉ સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે, વિવાદાસ્પદ બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ખતરનાક અને અપમાનજનક ઉદાહરણ સ્થાપિત કરશે અને તેને બદલવાની જરૂર છે.
    Published by:Kaushal Pancholi
    First published: