Home /News /national-international /

ઉત્તરપ્રદેશમાં વરઘોડો જોવા નીકળેલી 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ

ઉત્તરપ્રદેશમાં વરઘોડો જોવા નીકળેલી 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

    દેશભરમાં બળાત્કારની ઘટનાઓને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દેશમાં દિવસેને દિવસે રોજ આવી ઘટના સામે આવતી રહે છે. ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગરમાં પણ એક 6 વર્ષની માસૂમ સાથે બળાત્કાર થયો છે.

    આ ઘટના જિલ્લાના ચિલ્હિયા પોલીસ સ્ટેશન ક્ષેત્રના સેમરા બજહા ગામની છે. પીડિતા બુધવાર રાતે ઘરની બહાર આવેલો વરઘોડો જોવા ગઇ હતી. ત્યારે જ ગામના એક વ્યક્તિએ તેને ભોળવીને ઝાડીમાં લઇ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

    છોકરી સમય વિતવા છતાંપણ ઘરે ન આવી તેથી પરિવારે તેની તપાસ શરૂ કરી. ત્યારે તેમને ઘરની બહારની ઝાડીઓમાંથી અસ્વસ્થ હાલતમાં  માસૂમ મળી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી અને આ વાતની જાણકારી પોલીસને કરવામાં આવી. પીડિતાએ પોતાની આપવીતી પોલીસને જણાવતાં ગામના જ એક વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી.

    બુધવારે જ યોગી આદિત્યનાથે પ્રદેશમાં મહિલાઓ સામે થતાં અપરાધો અંગે પોલીસેને આડે હાથે લીધા હતાં. મુખ્યમંત્રીએ બુધવાર બપોરે પ્રદેશના પ્રમુખ સચિવ ગૃહ અરવિંદ કુમાર, પોલીસ મહાનિદેશક ઓપી સિંહની સાથે એડીજી મહિલા સુરક્ષા, પ્રમુખ સચિવ મહિલા કલ્યાણ, પ્રમુખ સચિવ ન્યાય અને પ્રમુખ મુખ્યમંત્રી એસપી ગોયલની સાથે બેઠક કરી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Minor rape, Uttarpradesh, ગુનો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन