સ્કૂલમાં લંચ સમયે ઊકળતા સાંભારના તપેલામાં પડ્યો 6 વર્ષનો બાળક, મોત

News18 Gujarati
Updated: November 15, 2019, 8:51 AM IST
સ્કૂલમાં લંચ સમયે ઊકળતા સાંભારના તપેલામાં પડ્યો 6 વર્ષનો બાળક, મોત
બાળક

બાળક અન્ય બાળકો સાથે સાંભાર લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે તપેલામાં પડી ગયો હતો.

  • Share this:
કુરનૂલ : આંધ્રપ્રદેશના (Andhra Pradesh) કુરનૂલ (Kurnool)માં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં બુધવારે એક સ્કૂલમાં ઊકળી રહેલા સાંભારના તપેલામાં છ વર્ષનો બાળક પડી ગયો હતો. તપેલામાં પડતાં બાળકનું મોત થયું હતું. આ દુર્ઘટના વિજયાનિકેતલ સ્કૂલમાં બની હતી. આ બાળક આ જ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ડી પુરુષોત્તમ નામનો આ વિદ્યાર્થી યૂકેજીમાં ભણતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે સાંભારના ગરમ તપેલામાં પડી ગયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કુરનૂલ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

દુર્ઘટના બાદ બાળકના માતાપિતા અને સંબંધીઓએ સ્કૂલ સામે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું. બાળકના પિતા શ્યામસુંદર રેડ્ડીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, "સંચાલકોની બેદરકારીને કારણે આવું થયું છે. અમે સ્કૂલ જ્યારે કહે ત્યારે હજારો રૂપિયાની ફી જમા કરાવી દીએ છીએ, હવે મારા બાળકને કોણ પાછો લાવશે? એક બાળક ઊકળતા સાંભારના તપેલામાં કેવી રીતે પડી શકે? લંચ સમયે બાળકોની દેખરેખ રાખવા માટે કોઇ વ્યક્તિને કેમ હાજર ન હતો? શું આ ગંભીર બેદરકારી નથી?' આ મામલે પોલીસે સ્કૂલના સંચાલકો સામે ગંભીર બેદરકારીનો કેસ નોંધી લીધો છે.બાળકોની ભીડને કારણે સાંભારના તપેલામાં પડ્યો બાળક

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગંભીર દુર્ઘટના લંચ સમયે થઈ હતી. આ બાળક અન્ય બાળકો સાથે સાંભાર લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે તપેલામાં પડી ગયો હતો. બાળકોની ભીડ વધારે હોવાથી તે સાંભારના વાસણમાં પડી ગયો હતો. આ મામલે સ્કૂલના સંચાલકોની બેદરકારી સ્પષ્ટ જોઈ શકાય છે. અમે સંચાલકો વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો છે.
First published: November 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com