Home /News /national-international /

મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં બોઈલર ફાટતા 8 મજૂરોના મોત

મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં બોઈલર ફાટતા 8 મજૂરોના મોત

બોઈલર બ્લાસ્ટ- 6ના મોત

Boiler Blast યુપી (UP) ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath) હાપુડ (Hapud) જિલ્લામાં બોઈલર વિસ્ફોટને કારણે લાગેલી આગમાં 6 મજૂરોના મૃત્યુ પર ગહન શોક વ્યક્ત કર્યો છે

    હાપુડ : યુપી (UP) ના હાપુડ જિલ્લા (Hapud) માં એક ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી (Boiler Blast) છ મજૂરોના મોત (Worker Death) ના સમાચાર સામે આવ્યા છે. તો, આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સમયે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

    તો, યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હાપુડ જિલ્લામાં બોઈલર વિસ્ફોટને કારણે લાગેલી આગમાં 8 મજૂરોના મૃત્યુ પર ગહન શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે જ મુખ્યમંત્રીએ આઈજી અને કમિશનર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય સીએમએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર માટે પણ સૂચના આપી છે.

    આ ફેક્ટરી હાપુડના ધૌલાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે

    આ અકસ્માત હાપુડ જિલ્લાના ધૌલાના પોલીસ સ્ટેશનના UPSIDCમાં થયો હતો. તો, સીએમ યોગીના આદેશ પછી, મેરઠના આઈજી પ્રવીણ કુમાર અને હાપુડ ડીએમ સહિત ઘણા અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 15 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી કેટલાકની હાલત અત્યંત ગંભીર છે. આ સમયે ઘણી એમ્બ્યુલન્સ અને મૃતદેહો સ્થળ પર પહોંચિી ગઈ હતી છે.

    આ પણ વાંચોભૂખ્યા બાળકોના જોર-શોરથી રડવાથી ગુસ્સે ભરાઈ માતા, કરી દીધી પુત્ર-પુત્રીની હત્યા, સળગાવી દીધી લાશ

    આ ઘટના અંગે મેરઠના આઈજી પ્રવીણ કુમાર સાથેની વાતચીતમાં ન્યૂઝ18એ હાપુર અકસ્માતમાં આઠ મજૂરોના મોતની પુષ્ટિ કરી છે. આ સાથે તેમણે જણાવ્યું કે 15 ઘાયલ મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલો જિલ્લાના ધૌલાના પોલીસ સ્ટેશનના UPSIDCનો છે. વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ
    Published by:kiran mehta
    First published:

    Tags: ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશ સમાચાર

    આગામી સમાચાર