તમિલનાડુમાં દારૂ બનાવવા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરતા 6 લોકોની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

આ લોકડાઉનમાં અજીબોગરીબ ઘટનાઓ સામે આવી છે, જેનાથી લોકોના જીવ પણ જઈ શકે છે

  • Share this:
કોરોનાને કારણે સમગ્ર દેશમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોરોનાને કારણે કેટલાક રાજ્યોમાં લોકડાઉન તો કેટલાક રાજ્યોમાં આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં અજીબોગરીબ ઘટનાઓ સામે આવી છે, જેનાથી લોકોના જીવ પણ જઈ શકે છે. આવી જ એક ઘટના બુધવારે તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાંથી સામે આવી છે. અહીં દારૂ બનાવવામાં સેનિટાઈઝરનો ઉપયોગ કરવાના આરોપસર છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની જાણકારી ઈન્ડિયા ટુડેએ રામનાથન કુપ્પમ જિલ્લાથી આપી છે.

સમગ્ર ઘટના ત્યારે સામે આવી, જ્યારે પોલીસ અધિકારીઓને જાણકારી આપવામાં આવી કે કેટલાક લોકો સેનિટાઈઝરમાંથી દારૂ બનાવે છે. ત્યાર બાદ સ્વાસ્થ્ય વિભાગે પણ પુષ્ટિ કરી કે દારૂ બનાવવામાં સેનિટાઈઝરનો ઉપયોગ કરાયો છે. કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતા તમિલનાડુમાં 24 મે સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. જેને લઈને તમિલનાડુમાં સરકાર દ્વારા સંચાલિત દારૂની દુકાનો પણ બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તામિલનાડુના ઓછામાં ઓછા 16 જિલ્લામાં 20%થી વધુ પોઝિટિવિટી રેટ જોવા મળ્યો છે.

આ પણ વાંચો - દમણ : ફેસબુકની પૂજા શર્મા નીકળી જમશેદ ખાન, આવી રીતે ભાંડો ફૂટ્યો

ગયા વર્ષે લોકડાઉન લાગુ કરાતા દારૂની જગ્યાએ સેનિટાઈઝરનું સેવન કરવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. ગત વર્ષે 35 વર્ષના એક વ્યક્તિએ સેનિટાઈઝરનું સેવન કરતા તેનું મોત થયું હતું. આ વર્ષની શરૂઆતમાં મધ્યપ્રદેશના ભોપાલમાં ત્રણ ભાઈઓ પાસે દારૂ નહોતો, જેથી તેમણે 3 લીટર સેનિટાઈઝર પીતા તેમનું મોત થયું હતું. રિપોર્ટ અનુસાર તેઓ દારૂના સેવનથી ટેવાયેલા હતા અને લોકડાઉનના કારણે તેમની પાસે દારૂ ન હતો. આ કારણોસર તેમણે પાંચ લીટર સેનિટાઈઝર પીવાનો પ્રયત્ન કર્યો હતો. ગુરુવારે સમગ્ર ઘટનાની જાણ થતા તેમના શબ કબ્જે કરવામાં આવ્યા હતા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, મૃતકોની ઓળખ પર્વત આહિરવાર (55), રામ પ્રસાદ (50) અને ભૂરા આહિરવાર તરીકે કરવામાં આવી છે. ત્રણેય ભાઈઓના લગ્ન થઈ ગયા હતા, પરંતુ તેઓ તેમના પરિવારથી અલગ રહેતા હતા. રામ પ્રસાદ એક પેઈન્ટર હતા અને જહાંગીરબાદમાં રવિદાસ કોલોનીમાં રહેતા હતા. અન્ય બે ભાઈઓ મજૂર હતા અને તેઓ એમપી નગરમાં ફૂટપાથ પર રહેતા હતા.

લોકડાઉનના સમયમાં અનેક લોકોનું દારૂનું સેવન કરવાને કારણે મૃત્યું થયું છે. ત્યારે આ પ્રકારની જ એક ઘટના ગત વર્ષે આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં કુરીચેડુ શહેરમાં બની હતી. ગયા વર્ષે કોવિડ-19ના કારણે લોકડાઉન લગાવતા દારૂની જગ્યાએ સેનિટાઈઝરનું સેવન કરતા ત્રણ ભિખારી સહિતા 10 લોકોના મૃત્યુ થયા હતા. લોકડાઉનના કારણે દારૂની દુકાનો બંધ હોવાથી તેમણે દારૂની જગ્યાએ હેન્ડ સેનિટાઈઝરનું સેવન કર્યું હતું.
First published: