ચીનમાં કોરોના વાયરસની બીજી લહેર? બેઇજિંગમાં અનેક બજારો બંધ કરાયા

News18 Gujarati
Updated: June 13, 2020, 3:39 PM IST
ચીનમાં કોરોના વાયરસની બીજી લહેર? બેઇજિંગમાં અનેક બજારો બંધ કરાયા
ન્યૂઝ 18 ક્રિએટિવિટી

ચીનની રાજધાની બેઇજિંગ (Beijing)માં કોરોના વાયરસના (Coronavirus) છ નવા કેસ સામે આવ્યા બાદ અનેક બજારો બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ બેઇજિંગમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને નવ થઈ છે.

  • Share this:
બેઇજિંગ : ચીન (China)ની રાજધાની બેઇજિંગમાં કોરોના વાયરસ (Coronavirus) ના છ નવા કેસ સામે આવ્યા છે. જે બાદમાં બેઇજિંગમાં અનેક સ્થાનિક બજારો બંધ (Shut Down Beijing Market) કરી દેવામાં આવી છે. આ નવા કેસ સાથે બેઇજિંગમાં પાછલા ત્રણ દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને નવ થઈ ગઈ છે. દેશના અન્ય હિસ્સામાં કોરોના સંક્રમણના 12 નવા કેસ સામે આવ્યા છે.

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કમિશન (National Health Commission) તરફથી શુક્રવારે કહેવામાં આવ્યું કે દેશમાં શુક્રવારે કોરોના વાયરસના 18 કેસની પુષ્ટિ થઈ છે, જેમાં બેઇજિંગમાં સ્થાનિક સંક્રમણના છ કેસ નોંધાયા છે. આ ઉપરાંત શુક્રવારે લક્ષણ વગરના સાત નવા કેસ સામે આવ્યા છે, જે બાદમાં ક્વૉરન્ટીન રહેલા દર્દીઓની કુલ સંખ્યા 98 થઈ ગઈ છે.

માછલી બજારમાંથી મળ્યો કોરોના વાયરસ

બેઇજિંગના અધિકારીઓએ શિનફાદી બજારમાં આયાત કરવામાં આવતી માછલી કાપવાના બોર્ડ પર કોરોના વાયરસ શોધી કાઢ્યો હતો. જે બાદમાં સંપર્કમાં આવેલા નવ લોકોને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. જોકે, આ તમામ લોકો તપાસમાં સંક્રમિત ન હોવાનું માલુમ પડ્યું છે.

આ પણ વાંચો : ભારતીય મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં મોતનું જોખમ વધારે : અભ્યાસ

 બે મહિનાથી કોઈ કેસ નથી આવ્યો

બેઇજિંગમાં વધી રહેલા કેસને કારણે અધિકારીઓમાં ચિંતા પેસી ગઈ છે. કારણ કે શહેરમાં આશરે છેલ્લા બે મહિનાથી કોવિડ 19નો કોઈ પણ નવો કેસ સામે નથી આવ્યો. નવા કેસથી ચીનમાં કોરોના વાયરસ ફરીથી ફેલાશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

યુદ્ધના ધોરણે તૈયાર રહેવા આદેશ

શહેરમાં સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના સચિવ કાઈએ જણાવ્યું કે, સ્થાનિક અધિકારીઓને કોરોના વિષાણુ ફરીથી ફેલાવાની આશંકાને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. સરકારી વર્તમાનપત્ર ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે ચીનના સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે એકલ દોકલ કેસ આવવા સામાન્ય છે, કારણ કે બીમારી ખતમ નથી થઈ. આ મહામારી ફરીથી ફેલાય તેવી કોઈ શક્યતા નથી, કારણ કે બે કરોડથી વધારે વસ્તી ધરાવતા આ શહેરના લોકો ખૂબ કાળજી લઈ રહ્યા છે.

આ પણ વાંચો : 'ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યોને સુરક્ષા આપો,' ચૂંટણી પંચ સમક્ષ કૉંગ્રેસની રજૂઆત

બજારોને બંધ કરવામાં આવ્યા

શુક્રવારે સામે આવેલા બે દર્દી બેઇજિંગના ફેંગતઈ જિલ્લાના માંસ અનુસંધાન કેન્દ્રનો કર્મચારી છે. જે બાદમાં બેઇજિંગના ફેંગતઈ જિલ્લામાં શિનફાદી બજાર અને જિંગશેન સી ફૂડ બજારને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે.

બેઇજિંગમાં છ બજાર આંશિક અથવા પૂર્ણ રીતે બંધ

બેઇજિંગમાં કુલ છ બજારને શુક્રવારના રોજ કામકાજ પૂર્ણ થયા બાદ આંશિક રીતે અથવા પૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં સતત કેસ સામે આવવાથી ત્રીજા ધોરણની સ્કૂલોને ફરીથી ખોલવા અંગેનો નિર્ણય શુક્રવારે બદલી નાખવામાં આવ્યો હતો.

ચીનમાં કુલ સંક્રમિત સંખ્યા 83,075

શુક્રવાર સુધી ચીનમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 83,075 પર પહોંચી ગઈ છે. જેમાંથી 74 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. જોકે, તેમાંથી કોઈ પમ ગંભીર નથી. એનએચસીએ જણાવ્યું કે 78,367 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જ્યારે 4,634 લોકોનાં આ બીમારીને કારણે મોત થયા છે.

આ પણ વાંચો : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ અફ્રિદીને કોરોના થયો
First published: June 13, 2020, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading