મહારાષ્ટ્રના સાંગલી જીલ્લામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં 6 મલ્લયુદ્ધ પહેલવાનોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, ક્રૂજર અને ટ્રેક્ટર વચ્ચે જબરદસ્ત ટક્કર થતા આ અકસ્માત સર્જાયો. આ તમામ પહેલવાન સતારાના ઔંધથી મલ્લયુદ્ધ કરી પાછા ફરી રહ્યા હતા. ટક્કર એટલી જબરદસ્ત હતી કે બંને ગાડીઓના ભુક્કા બોલાઈ ગયા.
મહરાષ્ટ્રના સાંગલી જીલ્લાના શિરગામ ફાંટા પાસે શેરડી કાપવાના ટ્રેક્ટર અને ક્રૂજર ગાડી વચ્ચે ટક્કર થઈ. જેમાં વિજય શિંદે, આકાશ દેસાઈ, શુભમ ઘારગે, સૌરભ માને, અવિનાશ ગાયકવાડ અને રણજીત ધનવડે નામના કુશ્તી પહેલવાનોના મોત નિપજ્યા છે.
આ સિવાય 5 ઘાયલ લોકોને મિરજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસે આ મામલ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર