Home /News /national-international /

ન્યૂઝીલેન્ડ આતંકી હુમલામાં છ ભારતીયોનાં મોત, એક ગુજરાતીની આશંકા

ન્યૂઝીલેન્ડ આતંકી હુમલામાં છ ભારતીયોનાં મોત, એક ગુજરાતીની આશંકા

    ન્યૂઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલામાં 49 લોકોનાં મોત થયા છે, આ મૃતકોમાં 6 ભારતીય નાગરિકો હોવાનું સામે આવ્યું છે. શુક્રવારે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં બે મસ્દિજમાં ઓસ્ટ્રેલિયને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું જેમાં 49 લોકોના મૃત્યુ થયા છે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય રાજદૂત સંજીવ કોહલીએ જણાવ્યું કે પ્રથામિક સૂચનાઓ પ્રમાણે સમગ્ર ઘટનામાં બે ભારતીયો અને ચાર ભારતીય મૂળના લોકોનાં મૃત્યુ થવાની આશંકા છે.

    ભારતીય રાજદૂતે સાથે એમ પણ જણાવ્યું કે અમે ન્યૂઝીલેન્ડ સરકાર સાથે વાતચીત કરી રહ્યાં છે, જો કે મૃતકોમાં કેટલા ભારતીયો છે તે અંગે ન્યૂઝીલેન્ડની સરકારે હાલ કોઇ સ્પષ્ટતા કરી નથી. જો કે મૃતકોમાં બે હૈદરાબાદ, એક ગુજરાત અને એક પુણેનો રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ હજી પણ PUBG તમારા મોબાઇલમાં છે તો વાંચી લો આ સમાચાર

    સંજીવ કોહલીએ જણાવ્યું કે ન્યૂઝીલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસની હેલ્પલાઇન પર અેક લોકોના ફોન આવી રહ્યાં છે અને આ જાણકારી તેમની સાથે થયેલી પૂછપરછ અને ક્રાઇસ્ટચર્ચમાં ભારતીય સમુદાયમાંથી મળેલી માહિતી આધારિત છે.

    તો આ આતંકી હુમલામાં મૂળ હૈદરાબાદનો રહેવાસી જહાંગીર પણ ઘાયલ થયાનું સામે આવ્યું છે. જહાંગીરની ક્રાઇસ્ટચર્ચ શહેરમાં રેસ્ટોરન્ટ છે. તો તેમનો પરિવાર ભારતમાં જ વસવાટ કરે છે. આતંકી હુમલાની જાણકારી મળતાં જ જહાંગીરના પરિવારજનોએ કેન્દ્ર અને તેલંગણા સરકારને અપીલ કરી છે કે તેમને અર્જન્ટ વિઝા આપવામાં આવે. જહાંગીરના ભાઇ મોહમ્મદ ખુર્શીદે કહ્યું કે તેને વિઝા આપવામાં આવે જેથી તેઓ ન્યૂઝીલેન્ડ જઇને ભાઇના ખબર અંતર પૂછી શકે.

    ન્યૂઝિલેન્ડમાં ભારતીય હાઇકમિશનરની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે ન્યૂઝિલેન્ડમાં અંદાજે બે લાખ ભારતીય મૂળના લોકો રહે છે, જેમાં 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Christchurch, Indian origin, Mosque massacres, Six Indian, આતંકવાદી હુમલો, ન્યૂઝીલેન્ડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन